કોસ્મેટિક સર્જરીના કારણે લૂક્સ બગડતાં મૌની રોય ટ્રોલ થઈ
- કપાળ અને હોઠની સર્જરીની અટકળો
- લોકોને જે કહેવું હોય તે કહે, મને ફરક નથી પડતો તેવો મૌનીનો પ્રત્યાઘાત
મુંબઈ: મૌની રોય હાલમાં તેના બદલાયેલા લૂક્સને કારણે ટ્રોલ થઈ છે. તેણે સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા શેર કર્યા હતા તે પરથી એવી અટકળો વ્યક્ત થઈ રહી છે કે તેણે કોસ્મેટિક સર્જરી કરાવી છે. જોકે, તેનું ધાર્યું પરિણામ આવ્યું નથી. મૌની રોયના કપાળના ભાગ તથા હોઠોમાં ફેરફાર થયો હોવાનું લોકોએ નોંધ્યું હતું. લોકોએ કોસ્મેટિક સર્જરીનાં અવળાં પરિણામોને પગલે મૌની રોયને ટ્રોલ પણ કરી હતી.
જોકે, મૌની રોયે આ ટ્રોલિંગનો એવો જવાબ આપ્યો છે કે લોકોેને જે કહેવું હોય તે કહે, મને તેનાથી કોઈ ફરક પડતો નથી.
કોઈને પોતાની ઓળખ છૂપાવીને અન્યોને ટ્રોલ કરવામાં આનંદ આવતો હોય તો ભલે તેઓ તે આનંદ માણતા રહે.
મૌની રોય ટીવી ઈન્ડસ્ટ્રીની ટોચની એકટ્રેસમાંની એક ગણાતી હતી. જોકે, બોલીવૂડમાં આવ્યા પછી તેને ફિલ્મમાં ધારી સફળતા મળી નથી.