Get The App

મોહનલાલની દ્રશ્યમ થ્રી અજયની ફિલ્મ કરતાં છ મહિના વહેલી રીલિઝ થશે

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
મોહનલાલની દ્રશ્યમ થ્રી અજયની ફિલ્મ કરતાં છ મહિના વહેલી રીલિઝ થશે 1 - image

- મલયાલમના નિર્માતાઓએ ડેટ જાહેર કરી

- અજય દેવગણની દ્રશ્યમ થ્રીનાં શૂટિંગ માટે ટીમ ગોવા પહોંચી છે

મુંબઇ : અજય દેવગણની હિન્દી 'દ્રશ્યમ થ્રી' કરતાં મોહનલાલની મલયાલમ 'દ્રશ્યમ થ્રી' છ મહિના પહેલાં રીલિઝ થશે. 

અજય દેવગણે પોતાની ફિલ્મ આગામી બીજી ઓક્ટોબરે રીલિઝ કરવાનું નક્કી કર્યું છે. તેની ફિલ્મનાં શૂટિંગ માટે હજુ તો સમગ્ર ટીમ ગોવા  પહોંચી છે. જ્યારે બીજી તરફ મલયાલમ ફિલ્મનું શૂટિંગ ક્યારનુંય પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે તેના નિર્માતાઓએ ફિલ્મ આગામી એપ્રિલમાં રીલિઝ કરવાની જાહેરાત કરી દીધી છે. 

અજય દેવગણને મલયાલમ ફિલ્મના એડેપ્શનના રાઈટ્સ લીધા ત્યારે જ એવું નક્કી થયું હતું કે હિન્દી કરતાં મલયાલમ વર્ઝન ઓછામાં ઓછા બે મહિના પહેલાં રીલિઝ કરાશે. અજય દેવગણે એકસાથે રીલિઝની દરખાસ્ત કરી હતી પરંતુ તે મલયાલમના નિર્માતાઓએ ફગાવી દીધી હતી. 

ઉલ્લેખનીય છે કે અજય દેવગણની 'દ્રશ્યમ થ્રી'નું શૂટિંગ શરુ થાય તે પહેલાં જ અક્ષય ખન્નાએ આ ફિલ્મ છોડી દીધી હતી. 

તે પછી તેના સ્થાને જયદીપ અહલાવતને રિપ્લેસ કરાયો છે.