'મોહબ્બતેં'માં જિમ્મી શેરગિલની હિરોઈનનો બદલાઈ ગયો છે લુક, જુઓ લેટેસ્ટ તસવીર
મુંબઈ, તા. 22 ફેબ્રુઆરી 2022 મંગળવાર
મોહબ્બતેં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક એવી ફિલ્મ છે જે આજ સુધી લોકોના દિલમાં છવાયેલી છે. ફિલ્મના ગીત, ડાયલોગ, પાત્રોએ ફિલ્મને બ્લોકબસ્ટર બનાવી દીધી. ફિલ્મને 22 વર્ષ થવા જઈ રહ્યા છે પરંતુ આજે પણ જો ફિલ્મ ટીવી પર આવે તો કોઈ પણ તેને જોયા વિના રહી શકતુ નથી. ફિલ્મમાં કિરણ એટલે કે પ્રીતિ ઝાંગિયાનીનો લુક પહેલા કરતા ઘણો બદલાઈ ગયો છે.
પ્રીતિ ઝાંગિયાની સોશ્યલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે તે ઘણીવાર પોતાના ફેન્સ સાથે કંઈને કંઈ શેર કરે છે. તે તેના ગ્લેમરસ ફોટોના કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. શિમરી લાલ સાડીમાં તેમની ઓળખ કરવી ઘણી મુશ્કેલ છે. કિરણ એટલે કે પ્રીતિ ઝાંગિયાની પહેલા કરતા પણ વધારે સ્ટાઈલિશ થઈ ગઈ છે. ફેન્સ પણ આ તસવીરને જોઈ ચોંકી ગયા છે.