'અમે પ્રિય મિત્ર ગુમાવી...' શેફાલી જરીવાલાના નિધનથી ભાંગી પડ્યો મિકા સિંહ, અલી-દિવ્યાંકા પણ આઘાતમાં
Shefali Jariwala Death: 'કાંટા લગા ગર્લ' નામથી ફેમસ શેફાલી જરીવાલાનું નિધન થઈ ચુક્યું છે. 27 જૂને મોડી રાત્રે અચાનક તેના નિધનના સમાચાર સામે આવતાની સાથે જ બોલિવૂડથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રી સુધીમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, હાર્ટ એટેકના કારણે એક્ટ્રેસનું મોત નિપજ્યું છે. એવામાં ફિલ્મી અને ટીવી સ્ટાર્સને મોટો ઝટકો લાગ્યો છે. અલી ગોની, દિવ્યાંકા ત્રિપાઠીથી લઈને મિકા સિંહ સુધી સેલેબ્સે શેફાલીના મૃત્યુથી દુઃખ વ્યક્ત કર્યું અને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
એક્ટર અલી ગોનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા શેફાલી જરીવાલાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેણે લખ્યું- 'શેફાલી જરીવાલાના અચાનક નિધન વિશે સાંભળીને શોકમાં છું અને દુઃખી છું. જિંદગી ખૂબ જ અનપ્રીડિક્ટિબલ છે. રેસ્ટ ઇન પીસ.'
' મારી સૌથી પ્રેમાળ મિત્ર શેફાલી...'
સિંગર મિકા સિંહે ઇન્સ્ટાગ્રામ પર શેફાલી જરીવાલાનો એક ફોટો શેર કરતા લખ્યું કે, 'હું ખૂબ જ શોકમાં છું, દુઃખી છું અને મારૂ હ્રદય ભારે થઈ ગયું છે. અમારી પ્રેમાળ સ્ટાર અને મારી સૌથી પ્રેમાળ મિત્ર શેફાલી અમને મૂકીને જતી રહી છે. મને હજું વિશ્વાસ નથી થઈ રહ્યો. તને હંમેશા તારી શાલીનતા, સ્મિત અને જિંદાદિલી સ્વભાવ માટે યાદ કરવામાં આવશે. ઓમ શાંતિ.'
'હજુ વિશ્વાસ નથી થઈ રહ્યો...'
મિકા સિંહેની પોસ્ટ પર એક્ટ્રેસ મોનાલિસાએ લખ્યું- 'પણ કેવી રીતે? શું થયું? મને હજુ સુધી વિશ્વાસ નથી થઈ રહ્યો.' સ્નેહા ઉલ્લાસે પણ કોમેન્ટ કરી- 'આ હચમચાવી દેનારૂ છે. આ વર્ષ અજીબ રહ્યું.' વળી દિવ્યાંકા ત્રિપાઠીએ એક સોશિયલ મીડિયા પોસ્ટ પર કોમેન્ટ કરી- 'મારા માનવામાં નથી આવતું. હું ઊંડા આઘાતમાં છું અને તેના પરિવાર માટે ઉદાસ છું.'
આ પણ વાંચોઃ 'હું એક કે દોઢ ચમચી જ ભાત ખાઉં છું', સલમાન ખાને ડાયટ પ્લાન જણાવ્યો
કામ્યા પંજાબી અને રાજીવ દાતિયાએ પણ દુઃખ વ્યક્ત કર્યું
કામ્યા પંજાબીએ પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેફાલી જરીવાલાના નિધનની ખબર શેર કરી અને લખ્યું કે, 'હું હજુ પણ શોકમાંથી બહાર નથી આવી શકતી, મારૂં હ્રદય જાણે ડૂબી રહ્યું છે શેફાલી.' વળી એક્ટર દાતિયાએ શેફાલીનો ફોટો શેર કરતા લખ્યું કે, 'હું સંપૂર્ણ રીતે હેરાન છું. રેસ્ટ ઇન પીસ શેફાલી. આ ચોંકાવનારૂ છે.'
શેફાલી સાથે બિગ બોસ 13માં જોવા મળેલા તહેસીન પૂનાવાલાએ પણ તેના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે લખ્યું- 'આ સાંભળીને ખૂબ જ હેરાની થઈ કે, મારી મિત્ર શેફાલી જરીવાલા હવે નથી રહી. હું તેને છેલ્લીવાર પાર્ટીમાં મળ્યો હતો. જિંદગી ખૂબ જ નાની છે. તે મારી સાથે બિગ બોસ 13માં હતી. વિશ્વાસ નથી થઈ રહ્યો કે, આ સિઝનના સિદ્ધાર્થ શુક્લા અને હવે શેફાલી આપણી વચ્ચે નથી. તેમના ચાહકોને પ્રેમ અને સાંત્વના... ઓમ શાંતિ.'
જણાવી દઈએ કે, સિદ્ધાર્થ શુક્લા અને શેફાલી જરીવાલા એક સમયે રિલેશનશીપમાં હતા. 2021માં સિદ્ધાર્થ શુક્લાનું નિધન પણ કાર્ડિયાક અરેસ્ટના કારણે થયું હતું.