મેઘનાની નવી ફિલ્મમાં સિદ્ધાર્થ હશે
મુંબઈ: મેઘના ગુલઝાર દિગ્દર્શિત 'સામ બહાદૂર' ફિલ્મ તાજેતરમાં રીલીઝ થઈ છે. આ ફિલ્મમાં મુખ્ય હિરો વિકી કૌશલની એક્ટિંગના વખાણ થયાં હોવા છતાં પણ મેઘનાએ તેની આગામી ફિલ્મમાં હિરો તરીકે વિકીને બદલે સિદ્ધાર્થ મલ્હોત્રાની પસંદગી કરી છે. મેઘનાની નવી ફિલ્મ એક સત્ય ઘટના આધારિત હશે. સમગ્ર દેશભરમાં ખળભળાટ જગાવનારી સત્ય ઘટનાને વર્ણવતી ફિલ્મમાં સિદ્ધાર્થ સાથે અન્ય કલાકારો કોણ હશે તે હજુ નક્કી નથી થયું. પરંતુ, ચર્ચા અનુસાર ફિલ્મનું પ્રિ પ્રોડક્શન વર્ક શરુ થઈ ગયું છે અને આ ફિલ્મનું શૂટિંગ આશરે છ માસમાં ચાલુ થઈ જશે. ત્યાં સુધી ફિલ્મની બાકીની કાસ્ટ પણ નક્કી કરી દેવાશે. મેઘના બહુ લાંબા સમયથી આ ઘટના પરથી ફિલ્મ બનાવવાનું વિચારી રહી હતી અને તેણે આ ઘટના સંદર્ભમાં તમામ મટિરિયલ પણ એકત્ર કરી રાખ્યું છે.