Get The App

3 વર્ષથી કોઈએ કામ ન આપ્યું', અમિતાભ જોડે કામ કરી ચૂકેલી અભિનેત્રીનું દર્દ છલકાયું

Updated: Sep 27th, 2024

GS TEAM


Google News
Google News
Bollywood Actress Aahana Kumra

Image: Facebook


Bollywood Actress Aahana Kumra:  આહાના કુમરા ટીવી, ફિલ્મો અને ઓટીટીમાં જાણીતું નામ છે. અમિતાભ બચ્ચન સાથે ટીવી શો યુદ્ધ અને લિપસ્ટિક અંડર માય બુરખા જેવી ફિલ્મોથી ચર્ચામાં આવેલી આહાના છેલ્લે 2022માં મધુર ભંડારકરની ફિલ્મ ‘ઈન્ડિયા લૉકડાઉન’માં જોવા મળી હતી. હવે અભિનેત્રીએ છેલ્લા ત્રણ વર્ષથી કામ ન મળવા અંગે ખુલાસો કર્યો છે. એક અંગ્રેજી દૈનિક સાથે વાતચીતમાં અભિનેત્રીએ કહ્યું કે, મને હવેથી શૉ ઓફર કરવામાં આવી રહ્યા નથી. મને ત્રણ વર્ષથી વધુ સમયથી કોઈ ઓફર મળી નથી.

14 વેબ સિરીઝ, આઠ ફિલ્મો અને ચાર ટીવી શો કરી ચૂકેલી અભિનેત્રીએ આગળ કહ્યું કે, હું ઓટીટી પર ઘણું કામ કરતી હતી, પરંતુ આટલા વર્ષોથી કંઈ કર્યું નથી. બધા નિર્માતાઓ હવે એવા સ્ટારને કાસ્ટ કરવા માંગે છે જે ઓછા પૈસામાં કામ કરી શકે, હવે હું કમાણી માટે અન્ય વિકલ્પો જોઈ રહી છું.

આ પણ વાંચોઃ ટિકિટના ભાવ અંગે વિવાદ! કરણ જોહર અને મલ્ટીપ્લેક્સ એસોસિએશન વચ્ચે શાબ્દિક યુદ્ધ

આહાનાએ કહ્યું કે, મારે ઘર ચલાવવાનું છે. હું કંઈક બીજું કરવાનો પ્રયાસ કરી રહી છું. ત્રણ વર્ષથી વધુ સમય થઈ ગયો છે, મને કામ માટે ફોન પણ આવ્યો નથી. તે કહે છે કે, સાચું કહું તો લાંબા સમયથી 'સારી અભિનેત્રી’નું ટેગ સંભાળી રહી છું હવે હું થાકી ગઈ છું. જ્યારે કોઈ તમને કામ ન આપે ત્યારે તેનો શું ઉપયોગ? આ ઈન્ડસ્ટ્રી મચ્છી બજાર જેવી બની ગઈ છે. હવે નિર્માતાઓ એ વિચારીને આગળ વધે છે કે તેઓ જ્યાંથી સસ્તી હશે ત્યાંથી ખરીદી કરશે.

આહાના કુમરાએ જણાવ્યું કે, તેણે હાલમાં જ પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું છે, જ્યાં તે નવા કન્ટેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેથી તે તેના બિલ ચૂકવી શકે.

3 વર્ષથી કોઈએ કામ ન આપ્યું', અમિતાભ જોડે કામ કરી ચૂકેલી અભિનેત્રીનું દર્દ છલકાયું 2 - image

Tags :