માર્કોનો હિરો ઉન્ની મુકુંદન હવે ફિલ્મ દિગ્દર્શક પણ બન્યો
- સુપરહિરોની થીમ પર ફિલ્મ બનાવશે
- હાલ ફિલ્મનું પ્રિ પ્રોડક્શનનું કામ શરૂ, આવતાં વર્ષે ફલોર પર જશે
મુંબઈ : તાજેતરમાં સમગ્ર ભારતમાં અણધારી સફળતા મેળવનારી ફિલ્મ 'માર્કો'નો હિરો ઉન્ની મુકુંદન હવે ફિલ્મ દિગ્દર્શક બની ગયો છે. તેણે પોતાના દિગ્દર્શન હેઠળ સુપર હિરો ધરાવતી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે.
આ ફિલ્મ હજુ લખાઈ રહી છે. ફિલ્મ માટે પ્રિ પ્રોડકશન વર્ક શરુ થઈ ગયું છે. ઉન્ની તેને આવતાં વર્ષે ફલોર પર લઈ જવા માગે છે.
એક વાતચીતમાં ઉન્નીએ કહ્યું હતું કે પોતે નાનપણથી સુપર હિરોની વાર્તાઓ તરફ આકર્ષિત રહ્યો છે અને તેણે હંમેશાં એક સુપર હિરો ફિલ્મ બનાવવાનું સપનું જોયું હતું.
ઉલ્લેખનીય છે કે ઉની મુકુંદન મલયાલમ હિરો છે પરંતુ તે વર્ષો સુધી અમદાવાદમાં રહ્યો હોવાથી પોતાને સવાયો ગુજરાતી જ ગણાવે છે અને બહુ જ ફાંકડું ગુજરાતી બોલી પણ શકે છે.