Get The App

'મિસ વર્લ્ડ' અને જાણીતી અભિનેત્રી બનશે જેઠાણી-દેરાણી! બે બિઝનેસમેન ભાઈઓને ડેટ કરતી હોવાની ચર્ચા

Updated: Jul 6th, 2024

GS TEAM

Google News
Google News
Manushi Chillar


Manushi Chillar: અભિનેત્રી માનુષી છિલ્લર તેના અંગત જીવન વિશે ઓછી વાત કરે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેમના અફેરને લઈને ઘણી અટકળો ચાલી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, અભિનેત્રી રિલેશનશિપમાં છે અને તે કોઈને ડેટ કરી રહી છે. જોકે જેની સાથે નામ જોડવામાં આવી રહ્યું છે તે વીર પહારિયા છે. એવા રિપોર્ટ સામે આવ્યા છે કે, માનુષી વીરના મિત્રો સાથે ખૂબ જ સોશિયલાઈઝ જોવા મળી રહી છે. વીર શિખર પહારિયાનો ભાઈ છે, જેને જ્હાન્વી કપૂર ડેટ કરી રહી છે.

જ્હાન્વી કપૂર સાથે કનેક્શન 

એક રિપોર્ટ અનુસાર, માનુષી અને વીર શિખર (Shikhar Pahariya) - જ્હાન્વી (Janhvi Kapoor) સાથે ડબલ ડેટ પર ગયા હતા. ચારેય લંડનમાં સાથે વેકેશન પર ગયા હતા અને હવે પરત ફર્યા છે. આ સિવાય બંને કપલ તાજેતરમાં જ અનંત અંબાણીના પ્રિ-વેડિંગ ફંક્શનમાં પણ ગયા હતા. 

જોકે, આ પહેલા માનુષી બિઝનેસમેન નિખિલ કામથને ડેટ કરી રહી હતી. પણ પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું. જયારે વીરનું નામ  આ પહેલા સારા અલી ખાન સાથે પણ જોડાયું હતું. 

આ પણ વાંચો: ડેટિંગ કન્ફર્મ કર્યા બાદ જ્હાન્વી અને શિખર પહેલીવાર સાથે જોવા મળ્યા

વીરનું બોલિવૂડમાં ડેબ્યૂ

વીર વિશે વાત કરીએ તો તે જલદી જ ફિલ્મ સ્કાય ફોર્સથી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોલમાં હશે. માનુષી છિલ્લરે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, 'આઉટસાઈડર હોવાનો ગેરલાભ એ છે કે તમે ઈન્ડસ્ટ્રી વિશે વધારે જાણતા નથી અને આ નવી દુનિયાને સમજવામાં તમને સમય લાગે છે. અહીં બધું નવું છે. કલાકાર બનવું એ મારા જીવનમાં એક નવો બદલાવ છે કારણ કે હું એક કલાકાર તરીકેની તાલીમ લઈને મોટી થઈ નથી.'

'મિસ વર્લ્ડ' અને જાણીતી અભિનેત્રી બનશે જેઠાણી-દેરાણી! બે બિઝનેસમેન ભાઈઓને ડેટ કરતી હોવાની ચર્ચા 2 - image

Tags :