મનોજ વાજપેયી ગર્વનર નામની નવી પોલિટિકલ ફિલ્મમાં
મુંબઈ: મનોજ વાજપેયી 'ગવર્નર' ટાઈટલ ધરાવતી નવી ફિલ્મમાં કામ કરવાનો છે. નિર્માતા વિપુલ શાહ આ ફિલ્મ બનાવી રહ્યા છે.
ફિલ્મમાં મનોોજ વાજપેયીના સહ કલાકારો અંગે જાહેરાતની રાહ જોવાઈ રહી છે. ફિલ્મનું પ્રિ પ્રોડક્શન પૂર્ણ થઈ ચૂક્યું છે અને આગામી જુલાઈમાં તેનું શૂટિંગ શરુ કરી દેવાશે.
ચિન્મય માંડલેકર આ ફિલ્મનું દિગ્દર્શન કરવાના છે. ચિન્મય અને મનોજ વાજપેયી 'ઈન્સ્પેક્ટર ઝેંડે ' ફિલ્મ માટે પણ કોલબરેશન કરી ચૂક્યા છે.
મનોજ વાજપેેયીએ તેની કેરિયરમાં વિવિધ ભૂમિકાઓ ભજવી છે. 'રાજનીતિ' ફિલ્મમાં એક રાજકારણી તરીકેની ભૂમિકામાં તેણે નાના પાટેકર, રણબીર કપૂર અને અજય દેવગણ જેવા કલાકારોની હાજરીમાં પણ પોતાની છાપ છોડી હતી.