Get The App

મનોજ બાજપાયી અને રાજકુમાર રાવ એક ફિલ્મમાં સાથે જોવા મળશે

Updated: Nov 30th, 2025

GS TEAM

Google News
Google News
મનોજ બાજપાયી અને રાજકુમાર રાવ એક ફિલ્મમાં સાથે જોવા મળશે 1 - image

- શૂજિત સરકારની આ એક કોમેડી ફિલ્મ બનશે

મુંબઇ : મનોજ બાજપાયી અને રાજકુમાર રાવ શૂજિત  સરકારની એક કોમેડી ફિલ્મમાં સાથે જોવા મળશે. દિગ્દર્શક શૂજિત સરકાર મહાભારતના એક ચેપ્ટર પરથી કોમેડી ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. 

આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૬માં શરૂ કરવામાં આવશે. કહેવાય છે કે આ ફિલ્મ ભારતીય સિનેમાની  સૌથી અનોખા પ્રોજેક્ટ્સમાંની એક હશે.

એક રિપોર્ટના અનુસાર, મનોજ બાજપાયી અને રાજકુમાર રાવ મળીને મહાભારતી એ કહાનીને અનોખો રંગ આપશે જેમાં હાસ્ય અને ચત્તુરાઇનો સમાવેશ હશે. 

આ કોમેડીને આધુનિક સમયને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે. જોકે ફિલ્મની વાર્તાના મૂળિયા મહાભારત સાથે જોડાયેલા હશે.

ઉલ્લેખનીય છે કે, રાજકુમાર રાવ અને મનોજ બાજપાયી બોક્સ ઓફિસના સફળ કલાકારોમાંના છે.