Get The App

મનિષ મલ્હોત્રા પોતાની પાર્ટી માટે સ્ટાર્સને કપડાં મોકલે છે

Updated: Nov 19th, 2023

GS TEAM


Google News
Google News
મનિષ મલ્હોત્રા પોતાની પાર્ટી માટે સ્ટાર્સને કપડાં મોકલે છે 1 - image


બીજા દિવસે સ્ટાર્સ આ કપડાં પાછાં આપી દે છે

ફિલ્મ દિગ્દર્શક ફરાહ ખાને મનિષ મલ્હોત્રાના માર્કેટિંગનું પેપર ફોડી નાખ્યું

મુંબઈ: બોલીવૂડનો ટોચનો કોશ્ચ્યુમ ડિઝાઈનર મનિષ મલ્હોત્રા પોતાને ત્યાં પાર્ટી યોજે ત્યારે કયા સ્ટાર એ કયાં કપડાં પહેરીને આવવાનું છે તે એ પોતે જ નક્કી કરે છે. તે સ્ટાર્સને આ પાર્ટી માટેનાં કપડાં મોકલાવે છે. બીજા દિવસે સ્ટાર્સ આ કપડાં તેને પરત કરી દે છે. 

મનિષ મલ્હોત્રાની પોતાની બ્રાન્ડને પોપ્યૂર બનાવવાની માર્કેટિંગ ટેકનિકનું પેપર ફિલ્મ સર્જક ફરાહ ખાને ફોડી નાખ્યું છે. 

ફરાહ ખાને જણાવ્યું હતું કે તાજેતરમાં મનિષે યોજેલી દિવાળી પાર્ટી સહિત તેના દ્વારા આયોજિત તમામ પાર્ટીમાં મનિષ તરફથી જ તમામ ગેસ્ટને પહેલેથી કપડાં મોકલી દેવાનાં હોય છે. દરેક ગેસ્ટએ આ કપડા ંપહેરીને જ પાર્ટીમાં આવવાનું હોય છે. બાદમાં આ કપડાં મનિષને જ પાછાં મોકલી દેવામાં આવે છે. 

મનિષની પાર્ટીઓ વાસ્તવમાં તેણે ડિઝાઈન કરેલાં કપડાંઓનો ફેશન શો જ  હોય છે. સ્ટાર્સને પણ પાર્ટી માટે નવાં કપડાં ડિઝાઈન કરાવવાની કડાકૂટ કરવી પડતી નથી અન મનિષનું પણ આ રીતે માર્કેટિંગ થઈ જાય છે. 

આ દિવાળીએ મનિષે યોજેલી દિવાળી પાર્ટીમાં સલમાન  ખાન, ઐશ્વર્યા રાય, રેખા, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિઆરા અડવાણી, જાહ્વવી કપૂર, સોનમ કપૂર તથા અનન્યા પાંડે અને તેનો બોયફ્રેન્ડ આદિત્ય રોય કપૂર સહિતના અનેક સેલેબ્સ હાજર રહ્યા હતા. 

Tags :