'સેક્સી દુર્ગા' ફિલ્મ પર સેન્સર બોર્ડની રોક
- 2017 જિયો મુંબઈ ફિલ્મ મહોત્સવમાં પ્રદર્શિત કરવા પર સેન્સર બોર્ડે લગાવી રોક
મુંબઈ, તા. 27 સપ્ટેમ્બર 2017 બુધવાર
સનલ કુમાર શશિધરનની આ મલયાલમ ફિલ્મ 23 વર્ષોમાં પહેલીવાર ભારતીય ફિલ્મ બની છે. જેને આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ રૉટરડેમ (IFFR) માં ટાઈગર પુરસ્કાર મળનાર છે.
ફિલ્મ નિર્માતાએ કહ્યું કે આવતા મહિને થનાર જિયો 2017 જિયો મુંબઈ ફિલ્મ મહોત્સવમાં પ્રદર્શિત કરવા પર સેન્સર બોર્ડે રોક લગાવી દીધી છે. કેમ કે માહિતી અને પ્રસારણ મંત્રાલયે સાર નીકાળ્યો હતો કે આ ફિલ્મના કારણે લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી શકે છે.
આના લીધે કાનૂન વ્યવસ્થાને પણ અસર થઈ શકે છે. તેમણે કહ્યું કે આ ફિલ્મમાં કોઈ રીતે કોઈ ધાર્મિક સંબંધ નથી.
ફિલ્મ પર શશિધરન હેરાન અને નારાજ છે. તેમણે એટલે સુધી કીધું કે ભારત 'ઈરાન જેવો દેશ બનવા જઈ રહ્યો છે' પરંતુ તેમણે આશા છોડી નથી અને સેન્સર બોર્ડ પાસેથી એક પ્રમાણપત્ર લેવાનું આવેદન કર્યું છે. બોર્ડ માટે સ્ક્રીંનિંગ મંગળવારે થઈ હતી.
શશિધરને જણાવ્યું કે હું સેન્સર બોર્ડના નિર્ણયની રાહ જોઈશ. હું તેની માટે લડવા જઈ રહ્યો છું. કેમકે આ અભિવ્યક્તિની સ્વતંત્રતા, કલાત્મક વસ્તુ રચવાની સ્વતંત્રતાનો પ્રશ્ન છે. હું ચૂપ બેસીશ નહીં. હું આની માટે કોર્ટમાં જઈને અપીલ કરીશ અને આ લડત માટે જે પણ કરી શકુ તે કરીશ.
IFFRની વેબસાઈટ પર જણાવાયું છે કે રાજશ્રી દેશપાંડે અને કન્નન નાયર અભિનીત 'સેક્સી દુર્ગા' એક એવી ફિલ્મ છે. જેમાં બતાવાયું છે કે પુરુષ પ્રધાન સમાજમાં ઝુનૂન અને પૂજા કેવી ઝડપથી ઉત્પીડન અને શક્તિના દુરુપયોગની માનસિકતા પેદા કરે છે.
તેમણે કહ્યું કે દુર્ગા ફિલ્મનો નાયક છે. મને ખબર છે લોકો કહેશે દુર્ગા તો અમારી દેવી છે. પરંતુ જો એ જ બાબત છે તો રસ્તા પર જનાર દુર્ગા નામની બધી મહિલાઓની પૂજા કરે પણ એ થઈ રહ્યું નથી.
ફિલ્મ નિર્માતાએ કહ્યું કે મારા કહેવાનો અર્થ એ છે કે ભારતમાં દુર્ગા નામ સામાન્ય છે. આ નામ માત્ર દેવીનું જ નથી. આ કેટલાક માણસોનું નામ દુર્ગા છે. પરંતુ તમે જોઈ શકો છો કે તેમની સાથે માણસ જેવું ય વર્તન કરવામાં આવતું નથી. જ્યારે તેમને મદદની જરૂર હોય છે ત્યારે તેમને નકારી દેવામાં આવે છે.
જ્યારે કોઈ ફિલ્મનું શીર્ષક આ નામ પરથી રાખવામાં આવે તો લોકો બૂમો પાડવા લાગે છે, રડવા લાગે છે અને કહે છે અમારી ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે.
ભારતીય ફિલ્મ નિર્માતા સત્ય ઘટના પર આધારિત ફિલ્મ બનાવવાનું સાહસ કરે છે. જેની માટે આંદોલન કરે છે અને તે આ આંદોલનનો નાશ કરવાનો પ્રયત્ન પણ કરે છે. આ બહુ જ મુશ્કેલ સમય છે.
મહોત્સવની નિદેશક સ્મૃતિ કિરણે જણાવ્યું કે અમને થિયેટરમાં ફિલ્મો ચલાવવા માટે સેન્સરની છૂટ અથવા પ્રમાણીકરણની જરૂર પડે છે.
શશિધરને હવે સેન્સર પ્રમાણીકરણ માટે આવેદન કર્યું છે કે આને મેળવી જ લઈશું જેથી ફિલ્મ મહોત્સવમાં દેખાઈ શકે.