Get The App

ફિલ્મ ઉદ્યોગમાં વધુ એક દુઃખદ સમાચાર, સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ડાયરેક્ટરનું નિધન

Updated: Jun 19th, 2020

GS TEAM

Google News
Google News
ફિલ્મ ઉદ્યોગમાં વધુ એક દુઃખદ સમાચાર, સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ડાયરેક્ટરનું નિધન 1 - image


ચેન્નાઈ, તા. 19 જૂન 2020, શુક્રવાર

હજી તો સુશાંતસિંહ રાજપૂતના નિધનથી બોલિવૂડના આઘાત શમ્યો નથી ત્યાં સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ડાયરેક્ટર કે આર સચ્ચિદાનંદ ઉર્ફે સચ્ચીનું ગુરુવારે નિધન થયું હતું. 48 વર્ષીય સચ્ચિદાનંદનું કાર્ડિયાકની બિમારીને કારણે નિધન થયું હતું. મલયાલમ ફિલ્મ અય્યપનમ કોશિયુમ ફિલ્મથી સચ્ચિદાનંદ પ્રસિદ્ધ થયા હતા.

હાર્ટએટેકથી થયું મોત

સચ્ચિદાનંદની હાલત છેલ્લા કેટલાક સમયથી ખરાબ હતી. 16મી જૂને તેમનો હાર્ટ એટેક આવ્યો હતો. તેમને કેરળના ત્રિસૂર ખાતેની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સચ્ચીના નિધનથી સિનેમા જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 

ફિલ્મ ઉદ્યોગમાં વધુ એક દુઃખદ સમાચાર, સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ડાયરેક્ટરનું નિધન 2 - image

અનેક હિટ ફિલ્મો આપી ચુક્યા છે સચ્ચિદાનંદ
સચ્ચિદાનંદે પૃથ્વી રાજ સુકુમારનને લઇને ફિલ્મ અય્યપનમ કોશિયુમનું નિર્માણ કર્યું હતું. જેને જોરદાર લોકપ્રિયતા હાંસલ થઈ હતી. તેમણે અનારકલી ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. તેની બીજી જ ફિલ્મ અય્યપનમ કોશિયુમ બોક્સ ઓફિસ પર હિટ પુરવાર થઈ હતી. તેમાં પૃથ્વી રાજની સાથે બીજુ મેનનની મુખ્ય ભૂમિકા હતી.

ફિલ્મ ઉદ્યોગમાં વધુ એક દુઃખદ સમાચાર, સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ડાયરેક્ટરનું નિધન 3 - image

એક્ટર દુલકર સલમાને તેમના નિધનને ફિલ્મ ઉદ્યોગનું મોટું નુકસાન ગણાવ્યું છે. આ સાથે તેમણે એક પોસ્ટ પણ શેર કરી છે. દુલકર સલમાન ઉપરાંત જોહન અબ્રાહમ, પૃથ્વીરાજ સુકુમારાન સહિતના અભિનેતાઓ સોશિયલ મીડિયા પર દુખ વ્યક્ત કર્યું હતું.

Tags :