મલાયકા અરોરા રૂપેરી પડદે ફરી આઇટમ સોન્ગ કરતી જોવા મળશે
- ઝીન્નત અમાનના ગીતના રિમિક્સ પર ઠુમકા લગવાશે
મુંબઇ : મલાયકા અરોરા બોલીવૂડમાં આઇટમ સોન્ગ માટે જાણીતી છે. તેણે રૂપેરી પડદે એકથી એક ચડિયાતા આઇટમ નૃત્યો કર્યા છે. હવે ફરી તે પોતાના ડાન્સ દ્વારા દર્શકોને ઠુમકા લગાડવા મજબૂર કરવાની છે.
મલાયકા અરોરા આગામી ફિલ્મ એન એકશન હીરો માં ઝીન્નત અમાનના ગીત આપ જૈસા કોઇ મેરી ઝિંદગી મેં આયે પર ઠુમકા લગાડતી જોવા મળવાની છે. જોકે આ ગીતનું રિમિક્સ કરવામાં આવ્યું છે.
આ ગીત ઝીન્નત અમાન પર ફિલ્મ કુર્બાનીમાં ફિલ્માવામાં આવ્યુ હતું. એ જમાનામાં આ ગીત હિટ થયું હતું. હવે આ ગીતના રિમિક્સ પર મલાયકા કમર લચકાવતી જોવા મળવાની છે.
આ ફલ્મ ૨જી ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે.