આઇટમ સોંગ માટે કરોડો વસૂલતી અભિનેત્રીઓ, જાણો સૌથી વધુ ફી કોણ લે છે?
Item Songs Charges: હાલમાં દરેક ફિલ્મમાં ઓછામાં ઓછું એક આઈટમ સોંગ તો હોય જ છે. ચાહકો આઈટમ સોંગ ખૂબ પસંદ કરે છે, જેના કારણે તે ફિલ્મની માગ વધુ વધે છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ આઇટમ સોંગ હિટ થઈ જાય છે, પરંતુ અભિનેત્રીઓ આ આઈટમ સોંગ માટે તગડી ફી વસૂલે છે. બોલીવુડની ટોપ એક્ટ્રેસ આઇટમ સોંગ માટે મોટી રકમ વસૂલે છે. સની લિયોનીથી લઈને સામંથા સુધી, જાણો કઈ અભિનેત્રી સૌથી વધુ ફી લે છે.
મલાઈકા અરોરા
મલાઈકા અરોરા એક આઇટમ સોંગ માટે 1 કરોડ રૂપિયા વસૂલે છે.
નોહા ફતેહી
મીડિયા અહેવાલ પ્રમાણે નોરા ફતેહી કોઈ ફિલ્મમાં એક વખત પરફોર્મ કરવા માટે 2 કરોડ રૂપિયા વસૂલે છે.
તમન્ના ભાટિયા
તમન્ના ભાટિયા અનેક ફિલ્મોમાં આઇટમ સોંગ કરી ચૂકી છે. તે એક આઇટમ સોંગ માટે 1-2 કરોડ રૂપિયા વસૂલે છે.
સની લિયોની
મીડિયા અહેવાલ પ્રમાણે સની લિયોની આઇટમ સોંગ માટે 3 કરોડ રૂપિયા વસૂલે છે.
સામંથા રૂથ પ્રભુ
સામંથા રૂથ પ્રભુ એક ફિલ્મમાં આઇટમ સોંગ પર પરફોર્મ કરવા માટે 5 કરોડ રૂપિયા વસૂલે છે.
કરીના કપૂર
અહેવાલ પ્રમાણે કરીના કપૂર એક આઇટમ સોંગ માટે 5 કરોડ રૂપિયા વસૂલે છે.