મલાયકા અરોરાએ અંધેરીનો ફ્લેટ રૂ. 5.30 કરોડમાં વેચ્યો
- ૨૦૧૮માં તેણે આ ફ્લેટ ૩.૨૬ કરોડમાં ખરીદ્યો હતો
મુંબઇ: બોલીવૂડ સેલિબ્રિટીઓ હાલ જમીન તેમજ એપાર્ટમેન્ટમાં રોકાણ કરી રહ્યા છે. રોજની લેનદેન હવે તેમના માટે સામાન્ય બની ગઇ છે. કાર્તિક આર્યને અલીબાગમાં પ્લોટ લીધો હોવાના સમાચાર પછી મલાયકા અરોરાએ મુંબઇના અંધેરીના વર્સોવા વિસ્તારનો પોતાનો એપાર્ટમેન્ટ ૫. ૩૦ કરોડ રૂપિયામાં વેંચ્યો છે. તેણે આ ફ્લેટ ૨૦૧૮માં ૩.૨૬ કરોડ રૂપિયામાં લીધો હતો.
૧,૩૬૯ સ્કે. ફૂટ ધરાવતા આ ફ્લેટની સાથે એ ક કાર પાર્કિંગ પણ સામેલ છે.આ સોદામાં ૩૧.૦૮ લાખ રૂપિયાની સ્ટેમ્પ ડયુટી અને ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશનના થયા છે. અભિનેત્રીને આ ફ્લેટ વેંચ્યાથી ૬૨ ટકા એટલે કે ૨.૦૪ કરોડ રૂપિયાનો નફો થયો છે. દસ્તાવેજોના અનુસાર,આ સોદો ઓગસ્ટ ૨૦૨૫માં કરવામાં આવ્યો છે. અંધેરી પશ્ચિમ એરિયા ઘરના રોકાણ માટેનો સૌથી પસંદગીનો માનવામાં આવે છે.