મલાયકા અરોરાએ ઓછું મહેનતાણુ લેવાનો ઇનકાર કર્યો
- ટચૂકડા પડદા પરના ડાન્સ રિયાલિટી શો માટે તે જલદી શૂટિંગ શરૂ કરશે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.12 જૂન 2020, શુક્રવાર
મલાયકા અરોરા ટચૂકડા પડદાનો જાણીતો ચહેરો બની ગઇ છે. તેને રિયાલિટી શોમાં નિર્ણાયક તરીકે લોકપ્રિયતા મળી છે. કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉન પહેલા તે ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરના નિર્ણાયક તરીકે જોવા મળતી હતી. હવે આ શોનું શૂટિંગ ૨૭ જુનથી શરૂ થઇ રહ્યુ છે.
સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, મલાઇકા અરોરા સાથે ફી અંગે શોનો નિર્માતા વાતચીત કરવા સંકોચાતો હતો. પરંતુ છેલ્લે તેણે અદાકારોનો સંપર્ક કર્યો હતો. જોકે મલાયકાએ શૂટિંગ પર આવવાની તૈયારી દર્શાવી હતી. તેણે કહ્યુ ંહતુ ંકે તે શૂટિંગ માટે ઉત્સાહિત છે અને જલદીમાં જલદી શૂટિંગ શરૂ કરવા ઇચ્છે છે.
સાથેસાથે તેણે પોતાની સુરક્ષા રાખવા પ્રત્યે ધ્યાન આપવાનું પણ કહ્યું હતું. હવે નિર્માતા ગીતા કપૂર અને ટેરેન્સ લૂઇસ તરીકે વાતચીત કરી રહ્યો છે.
કોરોના વાયરસના કારણે થયેલી ખોટને ભરપાઇ કરવા માટે નિર્માતાઓની એવી ઇચ્છા હતી કે કલાકારો પોતાની ફીમાં ઘટાડો કરે. આ જ રીતે ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરના નિર્માતાએ પણ મલાયકાને ઓછા મહેનતાણા લેવા માટે વિનંતી કરી હતી. પરંતુ અભિનેત્રીએ સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. લાંબી ચર્ચા પછી નિર્માતાઓ મલાયકાને પહેલા જેટલી ફી આપતા હતા તેટલી જ હવે આપવા રાજી થયા છે.