- સની અને બોબી અનેક સગવડો વધારશે
- ધર્મેન્દ્ર છેલ્લાં વર્ષોમાં ફાર્મહાઉસમાં રહેતા હતા, આ બંગલામાં જ અંતિમ શ્વાસ લીધા
મુંબઈ: ધર્મેન્દ્રના નિધનના બે માસ પછી તેમના બંગલામાં મોટાપાયે રિનોવેશન શરુ કરાયું છે. સની અને બોબી દેઓલ બંગલામાં અનેક ફેરફારો કરાવી રહ્યા છે તથા તેમાં વધુ આધુનિક સગવડો કરાવી રહ્યા છે.
બંગલામાં કન્સ્ટ્રક્શન મશીનરી તથા મટિરિયલની મોટાપાયે અવરજવર થઈ રહી હોવાનું નોંધાયું છે.
ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્રનો મુંબઈના જૂૂહુ ખાતેનો બંગલો બહુ વિશાળ છે અને ધર્મેન્દ્રનાં પહેલાં પત્ની પ્રકાશ ઉપરાંત બોબી અને સની દેઓલ પણ આ બંગલામાં જ રહે છે. જોકે, ધર્મેન્દ્રએ તેમની જિંદગીના પાછલાં મોટાભાગનાં વર્ષો મુંબઈની બહાર પનવેલ ખાતે આવેલાં તેમનાં ફાર્મ હાઉસમાં વિતાવ્યાં હતાં. પરંતુ, બીમારી બાદ ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી આ બંગલે લવાયા બાદ અહીં જ તેમનું નિધન થયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર સની અને બોબી દેઓલ ધર્મેન્દ્રનો વારસો અને યાદગીરીઓ જાળવી રાખવા માગે છે પરંતુ પરિવારની વધતી જરુરિયાતો અનુસાર બંગલામાં કેટલાક ફેરફારો જરુરી બન્યા હતા.
આથી આ બંને વચ્ચે સંતુલન સાધી મોટાપાયે રિનોવેશન શરુ કરાયું છે.


