Family of Major Mohit Sharma Demands Release Stay on Dhurandhar | અભિનેતા રણવીર સિંહની અપકમિંગ ફિલ્મ 'ધુરંધર' મોટી મુશ્કેલીમાં ફસાઈ છે. અશોક ચક્ર વિજેતા મેજર મોહિત શર્માના પરિવારે ફિલ્મ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. જેમાં ફિલ્મની રીલીઝ પર રોક લગાવવા માંગ કરી છે.
મેજર મોહિત શર્માના પરિવારનો ફિલ્મ મેકર્સ પર ગંભીર આરોપ
ધુરંધર ફિલ્મ આગામી પાંચમી ડિસેમ્બરે સિનેમાઘરોમાં રીલીઝ થવાની છે. ફિલ્મના પાત્રો સત્ય ઘટનાથી પ્રેરિત બતાવવામાં આવ્યા છે. મેજર મોહિત શર્માના માતા પિતાની ફરિયાદ છે કે રણવીર સિંહનું પાત્ર તેમના પુત્રના જીવન પર આધારિત છે. ફિલ્મમાં તેમના અંડરકવર ઓપરેશન તથા મિશનને દર્શાવવામાં આવ્યા છે. જોકે ફિલ્મમેકર્સે આ અંગે મેજરના પરિવાર કે આર્મી પાસેથી અનુમતિ લીધી નહોતી. નોંધનીય છે કે સોશિયલ મીડિયામાં પણ અનેક યુઝર્સ એવી રીલ્સ તથા વીડિયો વાઈરલ કરી રહ્યા છે કે ફિલ્મ મેજર મોહિત શર્મા પર બનાવવામાં આવી છે.
મેજર મોહિત શર્માના પરિવારનું માનવું છે કે એક શહીદનું જીવન કોમર્શિયલ કોમોડિટી નથી. તેના પર ફિલ્મ બનાવતા પહેલા પરવાનગી લેવી જોઈએ. જે રાઈટ ટુ પ્રાઈવસીનું ઉલ્લંઘન છે.
ફિલ્મનું ટ્રેલર:
ફિલ્મ ડાયરેક્ટરે અગાઉ આપી હતી સ્પષ્ટતા
નોંધનીય છે કે ફિલ્મના ડાયરેક્ટર આદિત્ય ધરે આ કેસ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. જોકે થોડા દિવસ અગાઉ તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કોમેન્ટ કરી સ્પષ્ટતા આપી હતી કે રણવીર સિંહનું પાત્ર મેજર મોહિત શર્માના જીવનથી પ્રેરિત નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે જો હું ભવિષ્યમાં મેજર મોહિત શર્મા પર કોઈ બાયોપિક બનાવીશ તો સૌથી પહેલા પરિવારની અનુમતિ જરૂર લઇશ.



