Get The App

મહેશ ભટ્ટ પોતાનું અસલી નામ અસલમ હોવાનું છુપાવે છેઃ કંગના

- બીજાં લગ્ન કરતી વખતે ધર્માંતર કરી નામ બદલાવ્યું હતું

Updated: Sep 4th, 2022

GS TEAM

Google News
Google News
મહેશ ભટ્ટ પોતાનું અસલી નામ અસલમ હોવાનું છુપાવે છેઃ કંગના 1 - image

- મહેશ ભટ્ટની જ ફિલ્મથી ડેબ્યૂ કરનારી કંગના અગાઉ તેમના પર મારપીટના આક્ષેપો પણ કરી ચુકી છે 

મુંબઈ


બોલીવૂડની બહુ આખાબોલી અભિનેત્રી કંગના રણૌતે પોતાની ડેબ્યૂ ફિલ્મના પ્રોડયૂસર મહેશ ભટ્ટ પર પ્રહારો કરતાં કહ્યું છે કે તેઓ શા માટે દુનિયાથી પોતાનું નામ છૂપાવી રહ્યા છે. 

કંગનાએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે મહેશ ભટ્ટનું નામ અસ્લમ છે. આ નામ તેમણે બીજાં લગ્ન કરતી વખતે ધર્મ પરિવર્તન કરાવ્યું ત્યારે ધારણ કર્યું હતું. આ બહુ મીઠડું નામ છે. શા માટે તેઓ દુનિયાને આ નામ જણાવી રહ્યા નથી. 

મહેશ ભટ્ટની એક જૂની વીડિયો ક્લિપ મુકતાં કંગનાએ તેમના પર હિંસાની આડકતરી ઉશ્કેરણી કરવાનો પણ આરોપ મુક્યો હતો. તેણે લખ્યું હતું કે મહેશ ભટ્ટે કોઈ ચોક્કસ ધર્મનું જ પ્રતિનિધિત્વ કરતા રહેવા ને બદલે પોતાનાં અસલી નામનો ઉપયોગ કરવો જોઇએ. 

મહેશ ભટ્ટના પ્રોડક્શન હેઠળની ગેંગસ્ટર ફિલ્મથી જ કંગનાએ બોલીવૂડમાં એન્ટ્રી લીધી હતી. તે પછી પણ તેણે ભટ્ટ કેમ્પની ફિલ્મોમાં કામ કર્યું હતું. જોકે, એક તબક્કે મહેશ ભટ્ટ સાથે તેના સંબંધો વણસ્યા હતા. કંગનાના આક્ષેપ અનુસાર પોતે પુજા ભટ્ટની એક ફિલ્મમાં કામ કરવાનો ઈનકાર કરી દીધો તે પછી મહેશ ભટ્ટે તેને ફટકારી હતી. 

થોડા સમય પહેલાં મહેશ ભટ્ટની દીકરી આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડી રિલીઝ થઈ ત્યારે પણ કંગનો મહેશ ભટ્ટ પર પ્રહાર કરી તેમને મુવી માફિયા ગણાવ્યા હતા. તેણે ગંગુબાઈમાં આલિયાનું કાસ્ટિંગ જ ખોટું હોવાનું પણ જણાવ્યું હતું. 

Tags :