મહેશબાબુ- પ્રિયંકાની ફિલ્મ આફ્રિકન સાહસકથા પર આધારિત
- તાન્ઝાનિયામાં શૂટિંગ આગળ વધારાશે
- રાજામૌલીએ મૂળ આફ્રિકન કથાને ભારતીય સ્વરુપ આપી દીધું છે
મુંબઈ : એસ એસ રાજામોલી દ્વારા બનાવવામાં આવી રહેલી અને મહેશબાબુુ તથા પ્રિયંકા ચોપરાની મુખ્ય ભૂમિકા ધરાવતી ફિલ્મ 'એસએસએમબી૨૯' મૂળ એક આફ્રિકન ક્લાસિક સાહસકથા પર આધારિત છે તેવો દાવો કેટલાક આફ્રિકન મીડિયા દ્વારા કરવામાં આવ્યો છે. જોકે, રાજામૌલી આ આફ્રિકન કથાને ભારતીય સ્વરુપ આપશે તેવી ચર્ચા છે. ફિલ્મનું કેટલુંક શુટિંગ ભારતના ઉડિસામાં થઈ ચૂક્યું છે. હવે થોડુંક શૂટિંગ આફ્રિકાના તાન્ઝાનિયામાં હાથ ધરાશે એમ જાણવા મળે છે. આ આફ્રિકન સાહસ કથામાં નાયકને સમગ્ર વિશ્વને બદલી શકે તેવી એક અજોડ શોધ કરવા માટે વિરાટ પરાક્રમો કરતો દર્શાવાયો છે.
જોકે, રાજામૌલીએ આ ફિલ્મને ભારતીય સ્વરુપ આપ્યું છે. તેમણે આ ફિલ્મ માટે વારાણસીનું બેકગ્રાઉન્ડ દર્શાવ્યું છે. આ માટે તેમણે હૈદરાબાદમાં જ વારાણસીનો આખો સેટ ઊભો કર્યો છે.
ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારન તથા આર. માધવન સહિતના કલાકારો પણ કામ કરી રહ્યા છે.