TRPમાં મહાભારત પ્રથમ સ્થાને, ટૉપ-5માંથી રામાયણ ગાયબ
- ડીડી ભારતી પર પ્રસારિત બીઆર ચોપડાનું મહાભારત નંબર વન શો બન્યો
નવી દિલ્હી, તા. 22 મે 2020, શુક્રવાર
બાર્કના 19મા અઠવાડિયામાં ટીઆરપી રેટિંગમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. આ વખતે ટોપ-5 શોની યાદીમાંથી રામાયણ ગાયબ છે. રામાયણના લિસ્ટમાંથી બહાર થયા પછી મહાભારતે સફળતા મેળવી છે. બીઆર ચોપડાનું મહાભારત નંબર 1 શો બની ગયો છે. ત્યાર સ્ટાર પ્લસ પર પ્રસારિત થનાર સિદ્ધાર્થ કુમાત તિવારીની મહાભારત ચોથા નંબરે છે.
પ્રથમ સ્થાને ડીડી ભારતી પર દર્શાવવામાં આવતી બીઆર ચોપડાની સીરિયલ મહાભારતે એન્ટ્રી કરી છે. રામાનંદ સાગરની રામાયણના કારણે તે ઘણા સમયથી લિસ્ટમાં બીજા કે ત્રીજા સ્થાને રહેતી હતી. પરંતુ હવે લોકડાઉન દરમિયાન શરૂ થનાર મહાભારત નંબર 1 રેન્ક મેળવવામાં સફળ રહ્યું છે.
બીજા નંબર પર ડીડી નેશનલ પર દર્શાવવામાં આવતા શો શ્રી કૃષ્ણ છે. 18માં અઠવાડિયે પણ ટીઆરપી રેટિંગમાં શ્રી કૃષ્ણ બીજા સ્થાને રહ્યુ હતુ.
ત્રીજા નંબર પર છે દંગલ ચેનલ પર આવતો શો બાબા એસો વર ઢૂંઢો. 18માં અઠવાડિયે તે ચોથા નંબર પર હતો..
ચોથા નંબર પર સ્ટાર પ્લસનું મહાભારત છે. લોકડાઉનમાં સિદ્ધાર્થ કુમાર તિવારીનું મહાભારત રિપીટ શો ને લોકો ઘણું પસંદ કરી રહ્યા છે. આ શોને પહેલા પણ લોકો ખૂબ પસંદ કરી રહ્યા હતા.
પાંચમાં નંબર પર છે દંગલનો શો મહિમા શનિદેવ કી. ગત સપ્તાહે પણ આ શો પાંચમાં નંબર પર હતો. શોમાં દયા શંકર પાંડેએ શનિદેવનો રોલ કરીને લોકોનું દિલ જીતી લીધું છે.
સૌથી આશ્ચર્યની વાત એ છે કે 19માં અઠવાડિયે ટીઆરપી રેટિંગમાંથી રામાયણ ગાયબ છે. આમ તો દૂરદર્શન પર રામાનંદ સાગરની રામાયણનો શો ખતમ થઇ ચુક્યો છે. હવે સ્ટાર પ્લસ ફરીથી આ શોને ટેલીકાસ્ટ કરી રહ્યુ છે. ત્યારે ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જીની રામાયણ દંગલ પર દર્શાવવામાં આવી રહી છે. પરંતુ બંને શો ટીઆરપી રેટિંગ્સની લિસ્ટમાં સામેલ નથી.