માધવન મહેશબાબુના પિતાની ભૂમિકામાં જોવા મળશે
- રાજામૌલીની બિગ બજેટ ફિલ્મમાં એન્ટ્રી
- અગાઉ ચિયાન વિક્રમને આ રોલ ઓફર કરાયો હતો , તેના ઈન્કાર બાદ માધવનની એન્ટ્રી
મુંબઇ : એસએસ રાજામૌલી હાલ પોતાની આગામી ફિલ્મ 'એસએસએમબી૨૯' એવું કામચલાઉ શીર્ષક ધરાવતી ફિલ્મ પર કામ કરી રહ્યા છે.
આ ફિલ્મમાં મહેશબાબુ મુખ્ય રોલમાં છે. હવેઆ ફિલ્મને લઇને અપડેટ છે કે, તેમાં આર માધવનની એન્ટ્રી થઇ ગઇ છે એને તે મહેશબાબુના પિતાના રોલમાં જોવા મળશે. જોકે નિર્માતા તેમજ અભિનેતા તરફથી આ વિશે કોઇ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.
સાઉથના ફિલ્મી વર્તુળોમાં ચર્ચા મુજબ ફિલ્મ 'એસએમએમબી૨૯'માં આર માધવને પિતાની ભૂમિકા કરવાની તૈયારી દર્શાવી છે. પહેલા આ રોલ ચિયાન વિક્રમને ઓફર કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે આ ભૂમિકા ભજવવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. ત્યાર પછી નિર્માતા-દિગ્દર્શકને આર માધવન આ પાત્ર માટે યોગ્ય હોવાનું જણાયું હતું.
ફિલ્મમાં પ્રિયંકા ચોપરા મહેશબાબુની હિરોઈન તરીકેની ભૂમિકામાં છે.
એસ એસ રાજામોલીએ ફિલ્મની સ્ક્રિપ્ટ વિશે હજુ સુધી કોઈ માહિતી આપી નથી. ફિલ્મનું કેટલુંક શૂટિંગ હૈદરાબાદ તથા ઓરિસ્સામાં આટોપાઈ ચૂક્યું છે.