Get The App

રાજામૌલીની મેગાબજેટ ફિલ્મમાં માધવનની પણ એન્ટ્રી થઈ

Updated: Jun 10th, 2025

GS TEAM


Google News
Google News
રાજામૌલીની મેગાબજેટ ફિલ્મમાં માધવનની પણ એન્ટ્રી થઈ 1 - image


- માધવન નેગેટિવ રોલ ભજવવાનો છે

- માધવન મહેશબાબુ અને પ્રિયંકા ચોપરા સહિતના કલાકારો સાથે સ્ક્રીન શેર કરશે

મુંબઇ : રાજામૌલીની ૧૦૦૦ કરોડનું મેગાબજેટ ધરાવતી ફિલ્મ 'એસએસએમબી૨૯'માં હવે આર. માધવનની પણ એન્ટ્રી થઈ છે. માધવન ફિલ્મમાં નેગેટિવ રોલ કરવાનો છે. તે ફિલ્મમાં પ્રિયંકા ચોપરા તથા મહેશબાબુ સહિતના કલાકારો સાથે સ્ક્રીન શેર કરશે. 

જોકે, રાજામૌલીએ હજુ સુધી માધવનનાં કાસ્ટિંબ બાબતે ઔપચારિક જાહેરાત કરી નથી.  આ ફિલ્મનું શૂટિંગ ઓલરેડી શરુ થઈ ચૂક્યું છે. તેનાં શૂટિંગ માટે પ્રિયંકા અગાઉ ભારત પણ આવી ચુકી છે. 

 ફિલ્મની સ્ટોરી સહિતની બાબતો હજુ જાહેર કરાઈ નથી. રાજામૌલીએ ફિલ્મના સેટ પર એવી તકેદારી રાખી છે કે વાર્તા અથવા તો કલાકારોનાં પાત્ર વિશેની કોઈ બાબતો લીક ન થાય. 

Tags :