Get The App

નસીબના બળિયા અહાન શેટ્ટીને વધુ એક ફિલ્મ મળી

Updated: Jun 8th, 2025

GS TEAM

Google News
Google News
નસીબના બળિયા અહાન શેટ્ટીને વધુ એક ફિલ્મ મળી 1 - image


- ટિકિટબારી પર ટાંયટાંય ફિસ છતાં  ગાડું  ગબડે છે 

- અહાન એક એક્શન ફિલ્મમાં દેખાશે, હિરોઈનની આજકાલમાં જાહેરાત

મુંબઈ: સુનિલ શેટ્ટીના પુત્ર તરીકેેની જ ઓળખ ધરાવતા અહાન શેટ્ટીને વધુ એક એકશન ફિલ્મ મળી છે. કેટલાક ઓટીટી શો બનાવી ચૂકેલા મૂળ બંગાળના  ડિરેક્ટર બિરસા દાસગુપ્તા આ ફિલ્મ બનાવવાના છે. 

અહાન શેટ્ટીની પહેલી ફિલ્મ 'તડપ' ક્યારે આવી ને ક્યારે જતી રહી તે પણ કોઈનેય ખબર પડી ન હતી. તે પછી બહુ માથાં પછાડીને તેને 'બોર્ડર ટુ'માં એક રોલ મળ્યો છે. હવે એક એક્શન ફિલ્મ પણ તેને હાથ લાગી હોવાનું કહેવાય છે. આ ફિલ્મની વાર્તાની વિગતો હજુ અપાઈ નથી. ફિલ્મની હિરોઈનની જાહેરાત પણ આજકાલમાં થશે તેમ કહેવાય છે. આ ફિલ્મનું શૂટિંગ આગામી ઓક્ટોબરમાં શરુ થશે એમ કહેવાય છે. અહાનની બહેન અથિયા પણ કેટલીક ફિલ્મો કર્યા બાદ  ક્રિકેટર કે. એલ.  રાહુલને પરણી ઠરીઠામ થઈ ગઈ છે.  સુનિલ  શેટ્ટીએ તાજેતરમાં જ જાહેર કર્યું હતું તેમ  અથિયાએ હવે  બોલીવૂડ છોડી દીધું છે. 

Tags :