લવ એન્ડ વોરનું શૂટિંગ એમપીના બ્રિટિશકાલીન આર્મી કેમ્પમાં
- તોપખાનાંના દ્રશ્યો માટે લોકેશનની પસંદગી
- આગામી ઓક્ટોબરમાં ઈટલીમાં પણ કેટલાંક દ્રશ્યો ફિલ્માવાશે
મુંબઇ : સંજય લીલા ભણશાળીની 'લવ એન્ડ વોર'નું શૂટિંગ મધ્યપ્રદેશના એક બ્રિટિશકાલીન કેમ્પમાં કરવામાં આવશે. ફિલ્મમાં તોપખાનાંને લગતાં કેટલાંક દ્રશ્યો છે. તે માટે આ લોકેસન પસંદ કરાયું છે.
મધ્યપ્રદેશનાં મહુ ખાતે બ્રિટિશ કાળનો આર્મી કેમ્પ છે. હાલ ત્યાં ભારતીય સૈન્યની ત્રણેય પાંખોનું પ્રશિક્ષણ કેન્દ્ર પણ છે. આ સ્થળે ૧૫ દિવસ શૂટિંગ માટે જરુરી પરવાનગીઓ માગવામાં આવી હોવાનું કહેવાય છે.
રણબીર, આલિયા અને વિકી કૌશલ સહિતના કલાકારો મુંબઈમાં ફિલ્મનાં મહત્વનાં દ્રશ્યોનું શૂટિંગ કરી ચૂક્યા છે. હવે ફિલ્મનું એક શિડયૂલ યુરોપમાં ગોઠવવામાં આવશે. આગામી ઓક્ટોબરમાં ફિલ્મની ટીમ યુરોપના ઈટલીમાં કેટલાંક દ્રશ્યોનું શૂટિંગ હાથ ધરે તેવી સંભાવના છે.