લોકડાઉનના કારણે અજય દેવગણની ફિલ્મ મેદાનના સાત કરોડનો સેટ ધૂળ ખાઇ રહ્યો છે
- જો આ દરમિયાન વરસાદ આવશે તો આ સેટ પલળી જશે અને બિલકુલ કામ નહીં આવે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 16 એપ્રિલ 2020, ગુરુવાર
કોરોના વાયરસના કારણે હાલ ભારતમાં લોકડાઉન ચાલી રહ્યું છે. પરિણામે પ્રોડકશન હાઉસોને નુકસાની થઇ રહી છે. અજય દેવગણની આવનારી ફિલ્મ મેદાનનું શૂટિંગ માર્ચ મહિનાથી શરૂ થવાનું હતું. મેકર્સ સ્પોર્ટ ડ્રામાના મહત્વના થોડા હિસ્સા આ શેડયુલ દરમિયાન કવર કરવાનું ઇચ્છા હતા. ટીમને ફુટબોલના સીન્સ માટે મુંબઇમાં એક અસ્થાયી સ્ટેડિયમ ઊબું કરવામાં આવ્યું છે. આ સેટનો ખર્ચો રૂપિયા સાત કરોડ હોવાનું જાણવામાં આવ્યું છે.
ફિલ્મની ટીમે જાન્યુઆરીમાં જ આ સ્ટેડિયમનો સેટ બનાવાનું કામ શરૂ કર્યું હતું. ૨૧ માર્ચથી શૂટિંગ શરૂ થવાનું હતું. પરંતુ ૧૬ માર્ચથી જ કોરોના વાયરસના પ્રકોપ સામે જંગ લડવા શૂટિંગ બંધ કરીદેવામાં આવ્યા. આ સેટમાં ટોયલેટથી લઇને મેકઅપ રૂમ અને પ્રોડકશન કન્ટ્રોલ રૂમ સઘળું જ બનાવામાં આવ્યું છે. પરંતુ હવે લોકડાઉનના કારણે આ સેટ બિનઉપયોગી થઇ ગયો છે અને ધૂળ ખાઇ રહ્યો છે.
હવે લોકડાઉન ૩ મે સુધી વધારવાાં આવ્યું છે. જો આ દરમિયાન વરસાદ આવશે તો સેટ પલળી જવાથી ટીમને વધુ એક ઝાટકો લાગવાની સંભાવના છે.
ફિલ્મ મેદાન ફૂટબોલના કોચ સૈયદ અબ્દુલ રહીમની બાયોપિક છે. આ ફિલ્મમાં ભારતના ફૂટબોલના ગોલ્ડન વરસો દર્શાવામાં આવશે.