જોકરની પાર્ટનર હાર્લી ક્વિનનો રોલ ભજવે તેવી શક્યતા


- જોકર- ટુમાં લેડી ગાગાની એન્ટ્રીની અટકળોઃ મ્યુઝિકલ સિક્વલ બનશે

મુંબઈ : ઓસ્કર વિજેતા ફિલ્મ જોકરની સિક્વલ  જોકરઃ ફોલી અ ડયૂ વિશે હોલિવુડમાં જોરશોરથી ચર્ચાઓ થઈ રહી છે. હવે એક નવી વાત બહાર આવી છે કે લેડી ગાગા પણ આ ફિલ્મમાં હાર્લી ક્વિનની ભૂમિકા ભજવશે. તે પરથી આ મ્યુઝિકલ સિક્વલ હોઈ શકે છે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. 

હોલિવુડમાં ચર્ચા મુંજબ આ ફિલ્મ માટે લેડા ગાગા સાથે વાત ચાલી રહી છે. લેડી ગાગાએ અગાઉ અ સ્ટાર ઈઝ બોર્ન અને હાઊસ ઓફ ગુસી જેવી ફિલ્મોમાં ભૂમિકા ભજવી હતી. 

હવે જો આ ડીલ નક્કી થશે તો લેડી ગાગા પહેલીવાર સુપરહિરો પ્રકારના કેરેક્ટરને પ્લે કરતી જોવા મળશે. હાર્લી ક્વિનનું કેરેકટર અગાઉ સ્યુસાઈડ સ્કવોડ અને બર્ડ ઓફ પ્રે જેવી ફિલ્મોમાં આવી ચૂક્યું છે. સ્યુસાડિ સ્કવોડમાં માર્ગોટ રોબીએ હાર્લી ક્વિનની ભૂમિકા ભજવી હતી. 

અગાઉ ૧૧ ઓસ્કર નોમિનેશન મેળવી ચુકેલી આ ફિલ્મની સિક્વલમાં લેડી ગાગાની એન્ટ્રી થશે તો તે ફરી ઓસ્કરની હોડમાં સામેલ થઈ જશે તેવી અટકળો પણ અત્યારથી જ શરુ થઈ ગઈ છે. 

ફિલ્મ સર્જક ટોડ ફિલિપ્સે તાજેતરમાં જ આ ફિલ્મની સિક્વલ બની રહી છે અને તેની સ્ક્રિપ્ટ પણ તૈયાર છે એવી સત્તાવાર ઘોષણા કરી હતી.

City News

Sports

RECENT NEWS