લતા મંગેશકરે હૃતિક રોશના અભિનયના વખાણ કર્યા
- પીઢ ગાયિકાએ ટ્વીટ કરીને રોશન પરિવાર વિશે લખ્યું
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 18 જુલાઈ 2020, શનિવાર
હૃતિક રોશનના અભિનયના સહુ કોઇ વખાણ કરે છે, તેમજ બોલીવૂડમાં પણ તેની ગણના ટોચના કલાકાર તરીકે થાય છે. તેણે પોતાની મહેનત, ધગશ અન ેઅદાકારીના કારણે એક અલગ ઓળખ બનાવી છે. પરંતુ હાલમાં એક એવી વ્યક્તિએ હૃતિકના વખાણ કર્યા કે તેણે પોતાનું માન વધી ગયું હોવાનું જણાવ્યું હતું.
પીઢ ગાયિકા અને ભારત રત્ન મેળવનાર લતા મંગેશકરે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને હૃતિક રોશનના કામના ભારોભાર વખાણ કર્યા હતા. લતાજીએ ટ્વીટ કર્યું છે કે, નમસ્કાર હૃતિક. તમારું કામ મને હંમેશા સારુ લાગ્યું છે. તમારા પરિવારને હું હમેશા મારો પરિવાર સમજું છું. હું દર વરસે તમારા દાદા રોશનજીની મ્ણ્યતિથી પર તેમના વિશે કાંઇક લખતી હોઉં છું.વાસ્તવમાં તેઓ એક બહુ મોટા અને ટોચ ના સંગીતકાર હતા. લતાજીએ એક જ ટ્વીટમાં હૃતિક અને તેના દાદાના વખાણ કર્યા છે.
હૃતિક આ ટ્વીટજોઇને ઇમોશનલ થઇ ગયો હતો. તેણે લતાજીનો આભાર માનતા કહ્યું હતું કે, તમારા મીઠા શબ્દો માટે બહુ બહુ આભાર. તમે તો મારું માન વધારી દીધું છે.
હૃતિકના દાદા રોશન લાલ નાગરથની ૧૪ જુલાઇના જન્મતિથી હતી. તેમની યાદમાં લતાજી એ તેમનું ફેવરિટ ગીત રહે ના રહે સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું અને તેમના કામને તેમજ પરિવારને યાદ કર્યા હતા.