પાક સાથે તંગદિલી વચ્ચે રિશૂટ સૂચવાતાં લાહોર 1947 અટકી
- આમિર, સની, સંતોષી વચ્ચે મતભેદો સર્જાયા
- આમિરનો આગ્રહ પરંતુ હાલના માહોલ પ્રમાણે સનીની બોર્ડર ટૂને પ્રાયોરિટી
મુંબઇ : ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી ચાલી રહી છે તેવા સમયે ભાગલા બાદના પાકિસ્તાનના માહોલ અને ઘટનાઓ પર આધારિત મનાતી ફિલ્મ 'લાહોર ૧૯૪૭' કેટલાંક રિશૂટના કારણે અટકી પડી છે.
ફિલ્મનો હિરો સની દેઓલ પોતાના ભાગનું શૂટિંગ પૂર્ણ કરી ચૂક્યો છે. પરંતુ, હવે કેટલાંક દ્રશ્યો બાબતે આમિર અને સની વચ્ચે મતભેદ થયા છે. બીજી તરફ આમિર અને દિગ્દર્શક રાજકુમાર સંતોષી વચ્ચે પણ કેટલાંક દ્રશ્યો બાબતે મતમતાંતર છે. એક પ્રોડયૂસર તરીકે આમિર હવે કેટલાંક દ્રશ્યો રિશૂટ કરાવવા ઈચ્છે છે. જોકે, સની દેઓલ હવે તે માટે તારીખો આપવા તૈયાર નથી. સની દેઓલના મતે હાલના દેશના માહોલને જોતાં 'બોર્ડર ટૂ' જલ્દી રીલિઝ કરી દેવાની જરુર છે આથી તે હાલ સમગ્ર સમય આ ફિલ્મને ફાળવી રહ્યો છે.
આ પરિસ્થિતિ જોતાં 'લાહોર ૧૯૪૭' ફિલ્મ લંબાઈ જાય તેવાં એંધાણ છે.