લાપત્તા લેડીઝની નિતાંશીને સની દેઓલ સાથે ફિલ્મ મળી
- સિદ્ધાર્થ પી. મલ્હોત્રાએ સાઈન કરી
- હોલીવૂડ થ્રીલર આધારિત ફિલ્મનું શૂટિંગ આ વર્ષે જ શરુ થશે
મુંબઇ : 'લાપત્તા લેડીઝ' ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનારી નિતાંશી ગોયલને સની દેઓલ સાથે એક ફિલ્મ મળી છે. આ ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ પી. મલ્હોત્રા કરશે.
આ ફિલ્મ હોલીવૂડ થ્રીલર 'ડેથ સેન્ટેસ' પર આધારિત હોવાનું કહેવાય છે. તેનો હિંદી સ્ક્રીન પ્લે સુપર્ણ વર્માએ લખ્યો છે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષે જ શરુ કરવામાં આવશે.
નિતાંશીએ 'લાપત્તા લેડીઝ'માં ફૂલ કુમારીની ભૂમિકામાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તાજેતરમાં કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં રેડ કાર્પેટ પર વોક કરીને તે વધુ પ્રસિદ્ધ બની હતી. નિતાંશી સોશિયલ મીડિયા પર ભારે લોકપ્રિય છે.