લાલ સિંહ ચઢ્ઢાની રવિવારની કમાણી માત્ર 10.50 કરોડ, છેલ્લા 10 વર્ષમાં બોક્સ ઓફિસ પર આમીરની ફિલ્મનૌ સૌથી નબળો દેખાવ
નવી દિલ્હી,તા.15.ઓગસ્ટ,2022 સોમવાર
આમીર ખાનની બહુ ગાજેલી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા પણ હવે સુપરફલોપ થવાના રસ્તા પર નિશ્ચિત પણે આગળ વધી રહી છે.
રવિવારની રજાના દિવસે પણ આ ફિલ્મ દર્શકોને થીયેટરોમાં લાવી શકી નહોતી.રવિવારે પણ ફિલ્મનુ કલેક્શન 10.50 કરોડ રુપિયા રહ્યુ હતુ.આમ આ ફિલ્મ ચાર દિવસમાં માત્ર 38 કરોડ રુપિયા કમાઈ શકી છે અને છેલ્લા 10 વર્ષમાં આમીર ખાનની કોઈ પણ ફિલ્મનુ આ સૌથી ન બળુ વીકએન્ડ કલેક્શન છે.
શનિવારના મુકાબલે રવિવારની બોક્સ ઓફિસ કમાણીમાં 20 ટકાનો વધારો ચોક્કસ થયો છે પણ આમીર ખાન જેવા સ્ટારની ફિલ્મ છે તે જોતા આ વધારો નગણ્ય કહી શકાય.
ફિલ્મને દર્શકો નહીં મળી રહ્યા હોવાથી 1300 જેટલા શો તો પહેલેથી જ કેન્સલ કરી દેવાયા છે.
છેલ્લા દસ વર્ષમાં આમીર ખાનની અન્ય ફિલ્મોની વીકએન્ડના અંતે કલેક્શન આ પ્રમાણે રહ્યુ હતુ.
તલાશ 45.66 કરોડ
ધૂમ 3 97.25 કરોડ
પીકે 93.28 કરોડ
દંગલ 104.54 કરોડ
ઠગ્સ ઓફ હિન્દોસ્તાન 98.45 કરોડ
આમીરની ફિલ્મ 180 કરોડના બજેટમાં બની છે.15 ઓગસ્ટની રજા બાદ વર્કિંગ ડેઝમાં ફિલ્મની કમાણી હજી પણ ઘટશે અને સરવાળે આ ફિલ્મ 75 કરોડની આસપાસ કમાશે તેવુ અનુમાન થઈ રહ્યુ છે.