ક્યોંકિ સાસ..ની સીઝન ટુની લોન્ચ ડેટ પાછળ ઠેલાઈ
- સીરિયલમાં સેટમાં છેલ્લી ઘડીએ ફેરફારો
મુંબઇ : 'ક્યોંકિ સાસ ભી કભી બહુથી'ની બીજી સીઝન પાછળ ઠેલાઈ ગઈ છે. અગાઉ ચર્ચા હતી કે પહેલી સીઝનની રીલિઝની પચ્ચીસમી એનિવર્સરી ત્રીજી જુલાઈએ છે અને તે જ દિવસે બીજી સીઝનની શરુઆત થશે. પરંતુ, હવે સીરિઝના કલાકાર અમર ઉપાધ્યાયના દાવા મુજબ આ લોન્ચ ડેટ પાછળ ઠેલાઈ છે.
અમર ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર સીરિયલના શૂટિંગ માટે જે સેટ તૈયાર કરાયો હતો તેનાથી એકતા કપૂરને સંતોષ ન હતો. તેને લાગ્યું હતું કે આ સેટ આગલી સીઝનની યાદગીરી યોગ્ય રીતે તાજી કરતો નથી. હવે એનિવર્સરી ડેટની ઉજવણી ખાતર મુહૂર્ત શોટ તા. ત્રીજી જુલાઈએ હાથ ધરાશે.
જોકે, અગાઉના અહેવાલો અનુસાર આ શોની બીજી સીઝનનું કેટલુંક શૂટિંગ ઓલરેડી શરુ થઈ ગયું છે.