ક્રિશ ફોર પ્રિયંકા ચોપરાની બોલીવૂડમાં કમબેક ફિલ્મ હશે
મુંબઇ : પ્રિયંકા ચોપરા છેલ્લા કેટલાક સમયથી બોલીવૂડની હિંદી ફિલ્મમાં કમબેકના સંકેત આપી રહી છે. એવી ચર્ચા છે કે તે 'ક્રિશ ફોર'માં હૃતિક રોશન સાથે જોવા મળશે.
આ વખતે આ ફિલ્મનું દિગ્દર્શન પણ ખુદ હૃતિક જ કરવાનો છે. ફિલ્મમાં પ્રિયંકા ઉપરાંત રેખા તથા પ્રિતી ઝિન્ટા પણ ભૂમિકા ભજવવાનાં છે. પ્રિયંકાએ ૨૦૦૬માં રીલિઝ થયેલી 'ક્રિશ' ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી હતી આ ફિલ્મનુ શૂટિંગ આવતા વરસે ૨૦૨૬માં શરૂ થવાની યોજના છે. ફિલ્મનું બજેટ બહુ જંગી હોવાથી નાણાંકીય કારણોસર આ ફિલ્મ લંબાઈ ગઈ છે.