Get The App

બોલીવુડના ખાનનો ધડાકો : કરણ જોહર સુસાઇડ કરવાનો હતો, અંબાણીએ 300 કરોડની લોન આપી

KRKએ આ વખતે કરણ જોહર પર ગંભીર ટિપ્પણી કરી

Updated: Dec 4th, 2022

GS TEAM


Google News
Google News
બોલીવુડના ખાનનો ધડાકો : કરણ જોહર સુસાઇડ કરવાનો હતો, અંબાણીએ 300 કરોડની લોન આપી 1 - image

અભિનેતા અને વિવેચક KRK તેની ટ્વીટ્સને કારણે ચર્ચામાં રહેતો હોય છે. તે ઘણીવાર બોલિવૂડ ફિલ્મોની નિષ્ફળતા પર ટીકા કરતો દેખાઈ છે. આવી સ્થિતિમાં નેપોટીઝમ વિરુદ્ધ અભિયાન શરૂ કરનાર KRKએ આ વખતે કરણ જોહર પર ગંભીર ટિપ્પણી કરી છે. તેને  કરણ જોહરની આત્મહત્યાની માહિતી આપતી ટ્વીટ્ કરી હતી.

KRKનું ગંભીર ટ્વીટ્
KRKએ હાલમાં જ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે સૂત્રોના જણાવ્યા અનુસાર થોડા સમય પહેલા કરણ જોહરે તેના ઘરમાં સુસાઈડ ડ્રામા કર્યો હતો. આ બધું 'બ્રહ્માસ્ત્ર'ના કારણે થયેલા નુકસાનનું પરિણામ હતું. આવી સ્થિતિમાં મુકેશ અંબાણીએ તેમને 300 કરોડની લોન આપી હતી.

KRK નો સવાલ
KRKએ કરણ જોહરને પૂછ્યું છે કે તે આખી દુનિયાને કેમ નથી કહેતો કે 'બ્રહ્માસ્ત્ર'ના કારણે તે નાદાર થઈ ગયો છે. આ પહેલીવાર નથી જ્યારે KRK આ પહેલા પણ ઘણી વખત 'બ્રહ્માસ્ત્ર'ના કલેક્શન પર ટ્વિટ કરી ચૂક્યો છે. KRK શરૂઆતથી કહી  રહ્યો છે કે ફિલ્મનું કલેક્શન ખોટી રીતે બતાવવામાં આવ્યું છે.

'બ્રહ્માસ્ત્ર'ની કમાણી
KRK 'બ્રહ્માસ્ત્ર'ના કલેક્શનના આંકડાઓને ખોટા ગણાવે છે, તો બીજી તરફ ટ્રેડ એનાલિસ્ટ્સ અનુસાર ફિલ્મનું બજેટ 350-400 કરોડ રૂપિયા હતું અને ફિલ્મે 430 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મ રણબીર અને આલિયાના કરિયરની સૌથી મહત્વની ફિલ્મોમાંથી એક હતી.

Tags :