Bobby Darling on her battle with depression: ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આ એકટ્રસને તેની કારકિર્દીની શરૂઆતમાં ઘણા કામ મળી રહ્યા હતા. પણ અમુક દિવસો બાદ તેને કામ મળવાનું બંધ થઈ ગયું. કામ ન મળવાના કારણે તેણે બારમાં ડાન્સર પણ બનવું પડ્યું હતું. ફિલ્મ ઇન્ડસ્ટ્રી બહારથી જેટલી સુંદર લાગે છે અંદરથી તેટલી જ ખરાબ છે તેવું તેમનું માનવું છે. ફિલ્મી દુનિયામાં લાંબા સમય સુધી ટકી રહેવું ઘણું મુશ્કેલ છે. આ બાબતે એકટ્રસે ખુલીને વાત કરી હતી. જે સાંભળી તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. આ એકટ્રસે તેની લાઈફમાં ઘણી સમસ્યાઓ સહન કરવી પડી હતી.
અમે તમને જે એકટ્રસ વિશે જણાવી રહ્યા છે તેનું નામ છે 'બોબી ડાર્લિંગ'. બોબીનું સાચું નામ છે પાખી શર્મા. તેનો જન્મ 10 જાન્યુઆરી 1986ના દિવસે થયો હતો. તેણે બાળપણથી ઘણો સંઘર્ષો કરવો પડ્યો હતો. બાળપણમાં તેના પિતા તેને માર મારતા હતા. ત્યારે તેની માતાના મોતનું કારણ પણ એકટ્રસ પોતાને જ માની રહી છે.
બોબી ડાર્લિંગ જણાવ્યું તથ્ય
એકટ્રસ બોબી ડાર્લિંગે તેના જીવનમાં થયેલા ઉતાર ચઢાવ વિશે મહત્ત્વના ખુલાસા કર્યા હતા. બોબીએ એક ટીવી શોમાં જણાવ્યુ હતું કે, મને વર્ષ 2016માં તેણે પેરેલાઈઝ્ડ થયું હતું, હું 4-5 મહિના હોસ્પિટલમાં દાખલ થઈ હતી. મારૂં મોઢું વાંકું વળી ગઈ હતું અને મને ભૂખ પણ ઘણી લાગી હતી.'
| |
કામ ન મળ્યું તો બની ગઈ બાર ડાન્સર
જણાવી દઈએ કે, બોબી ડાર્લિંગ એક ટ્રાન્સ એક્ટ્રેસ છે. તેણે તેના કારકિર્દીની શરૂઆતમાં ઘણી ઓફર મળી હતી. શરૂઆતમાં 10 વર્ષમાં એકટ્રસ પાસે કામની કોઈ અછત નહોતી, પણ તેને કામ મળવાનું બંધ થઇ ગયું. કામ ન મળવાના કારણે એકટ્રસને બારમાં ડાન્સર પણ બનવું પડ્યું હતું.
ગંદા ટોયલેટમાં મેકઅપ કરવું પડતું
એક્ટ્રેસે જણાવ્યું, 'મને ગંદા ટોયલેટમાં મેકઅપ કરવું પડતું હતું. ત્યાં ઝીરો વોલ્ટનો બલ્બ લગાવેલો હતો, યુરિન અને પોટીની ગંધ પણ આવતી હતી. ત્યાંના ટોયલેટ્સ એવા જ હોય છે, તે જગ્યાએ જઈને હું ટોયલેટ સીટનું કવર બંધ કરતી હતી અને તે જગ્યાએ મેકઅપ કરતી હતી.'



