Get The App

Chandramukhi 2 Box Office Collection Day 1: જાણો કંગના રનૌત અને રાઘવ લોરેન્સ સ્ટારર ફિલ્મ 'ચંદ્રમુખી 2' એ પહેલા દિવસે કેટલી કરી કમાણી

Updated: Sep 29th, 2023

GS TEAM

Google News
Google News
Chandramukhi 2 Box Office Collection Day 1: જાણો કંગના રનૌત અને રાઘવ લોરેન્સ સ્ટારર ફિલ્મ 'ચંદ્રમુખી 2' એ પહેલા દિવસે કેટલી કરી કમાણી 1 - image


                                                               Image Source: Twitter

મુંબઈ, તા. 29 સપ્ટેમ્બર 2023 શુક્રવાર

કંગના રનૌતની ચંદ્રમુખી 2 થિયેટર્સમાં ગઈકાલે રિલીઝ થઈ હતી. ચંદ્રમુખી 2ની ફુકરે 3 અને ધ વેક્સિન વોર સાથે ટક્કર છે. શાહરૂખ ખાનની જવાન અને ગદર 2 પહેલેથી જ થિયેટર્સમાં ધમાલ મચાવી રહી છે. દરમિયાન દર્શકો પાસે ઘણી ચોઈસ છે. આ સૌની વચ્ચે ચંદ્રમુખી 2ને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મ સફળ હોરર-કોમેડી ચંદ્રમુખીની સીકવલ છે. જેને હિંદીમાં ભૂલ ભુલૈયા નામથી પણ બનાવવામાં આવી હતી. 

ચંદ્રમુખી 2 એ રિલીઝના પહેલા દિવસે કેટલી કમાણી કરી

કંગના રનૌત અને રાઘવ લોરેન્સના લીડ રોલવાળી ફિલ્મ ચંદ્રમુખી 2 એક્શન-કોમેડી, હોરર અને રોમાન્સનું કમ્પલીટ પેકેજ છે. ફિલ્મમાં કંગના ખૂબ સુંદર અને અલગ અંદાજમાં નજર આવી છે. ચંદ્રમુખી 2ની અદાઓએ દર્શકોને પણ ખૂબ પસંદ કર્યા છે અને તેમની ફિલ્મમાં એક્ટિંગના પણ વખાણ થઈ રહ્યા છે. આ દરમિયાન ચંદ્રમુખી 2 ની રિલીઝના પહેલા દિવસની કમાણીના શરૂઆતી આંકડા પણ સામે આવી ગયા છે. રિપોર્ટ અનુસાર ચંદ્રમુખી 2 એ રિલીઝના પહેલા દિવસે 7.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યુ છે. 

ચંદ્રમુખી 2 ની કમાણીમાં વીકેન્ડમાં ઉછાળો આવવાની આશા

ચંદ્રમુખી 2 એ પહેલા દિવસે ઠીક કલેક્શન કર્યુ છે. જોકે ફિલ્મની કમાણી પર આ સાથે રિલીઝ થયેલી બે ફિલ્મ ધ વેક્સિન વોર અને ફુકરે 3 ના કારણે અસર પડી છે. જોકે મેકર્સને આશા છે કે વીકેન્ડ પર ફિલ્મની કમાણીમાં ઉછાળો આવી શકે છે.

ચંદ્રમુખી 2 ની સ્ટાર કાસ્ટ

ચંદ્રમુખી 2 વર્ષ 2005માં આવેલી ચંદ્રમુખીની સીકવલ છે. આ ફિલ્મને તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને હિંદી ભાષામાં રિલીઝ કરવામાં આવી છે. ચંદ્રમુખી 2ની સ્ટાર કાસ્ટમાં કંગના રનૌત અને રાઘવ લોરેન્સ સિવાય વાદિવેલુ, રાધિકા સરથકુમાર, લક્ષ્મી મેનન અને ઘણા અન્ય કલાકારોએ મહત્વનો રોલ પ્લે કર્યો છે. આ ફિલ્મનું મ્યુઝિક એમએમ કીરાવનીએ તૈયાર કર્યુ છે.

Tags :