Bappi Lahiri: જાણો બપ્પીદાનું હોલીવુડ કનેક્શન
- બપ્પીદાએ 19 વર્ષની ઉંમરે એક સંગીત નિર્દેશક તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી
મુંબઈ, તા. 16 ફેબ્રુઆરી, 2022, બુધવાર
બપ્પી લાહિરી તરીકે ઓળખાતા આલોકેશ લાહિરીનું એક રસપ્રદ હોલીવુડ કનેક્શન પણ છે જે મિથુન ચક્રવર્તીના ગોલ્ડન એરાની યાદ અપાવે છે.
વર્ષ 1982માં મિથુન ચક્રવર્તીની 'ડિસ્કો ડાન્સર' નામની સુપરહિટ ફિલ્મ આવી હતી. આ ફિલ્મનું બપ્પીદાનું આઈકોનિક ગીત 'જિમ્મી જિમ્મી આજા આજા' આજે પણ પ્રખ્યાત છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ ગીતે 2008માં રીલિઝ થયેલી હોલીવુડ ફિલ્મ 'યુ ડોન્ટ મેસ વિથ ધ જોહાન'માં એક ખાસ જગ્યા બનાવી હતી. હોલીવુડ કોમેડીના અંતમાં એક સાઉન્ડટ્રેક આવે છે જેમાં 'જિમ્મી જિમ્મી' મ્યુઝિકને જૂલિયસ ડોબોસે ખૂબ જ શાનદાર રીતે રી-અરેન્જ કરેલું છે.
Bappi Lahiri: પ્રસિદ્ધ ગાયક કિશોર કુમાર અને બપ્પી લાહિરી વચ્ચે શું સંબંધ હતો?
બપ્પીદાએ 19 વર્ષની ઉંમરે એક સંગીત નિર્દેશક તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. બંગાળી ફિલ્મ દાદૂ (1972)માં તેમને પ્રથમ વખત ગીત ગાવાનો અવસર મળ્યો હતો અને તેમણે નન્હા શિકારી (1973) દ્વારા હિંદી ફિલ્મોમાં જગ્યા બનાવવાનું શરૂ કર્યું હતું. તાહિર હુસૈનની હિંદી ફિલ્મ જખ્મી (1975) દ્વારા તેમણે બોલીવુડમાં પોતાની જાતને સ્થાપિત કરી હતી અને એક પાર્શ્વ ગાયક તરીકે ઓળખ ઉભી કરી હતી.
દેશમાં 80-90ના દશકામાં ડિસ્કો મ્યુઝિકને નવી ઓળખ અપાવવામાં બપ્પીદાની મહત્વની ભૂમિકા રહી છે.