નવી મુંબઇ,તા. 25 જાન્યુઆરી 2023 બુધવાર
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણની રિલીઝ સાથે જ સલમાન ખાનના ચાહકોને પણ ખુશ છે. બોલિવૂડ એક્ટર સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ કિસી કી ભાઈ કિસી કી જાનનું ટીઝર જોયા બાદ હવે ફેન્સની પ્રતિક્રિયા પણ સામે આવી છે. દેશના ચાહકો સલમાન ખાનની આગામી ફિલ્મનું ટીઝર જોઈને દંગ રહી ગયા છે. ચાહકોનું માનવું છે કે, આ વર્ષે સલમાન ખાન અને શાહરૂખ ખાન બોલિવૂડમાં જોરદાર કમબેક કરવા જઈ રહ્યા છે.
સલમાન ખાનનો પાવરફુલ એક્શન હીરો અવતાર જોવા મળી રહ્યો છે. આ ફિલ્મનું ટીઝર જોયા બાદ દર્શકો દંગ રહી ગયા છે. ટીઝરમાં સલમાન ખાનના બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને જબરદસ્ત એક્શન સીન્સે ચાહકોનું દિલ લૂટી લીધું છે.
સલમાન ખાને શેર કર્યું ટીઝર
ફિલ્મ કિસી કી ભાઈ કિસી કી જાનનું ટીઝર સલમાન ખાને ટ્વીટર પર શેર કરતાં લખ્યુ કે, સહી કા સહી હોગા,ગલત કા ગલત.
મહત્વનું છે કે, ભાઇજાનને ઘણી ફિલ્મોમાં એક્શન કરતાં જોયા છે. પરંતુ આ ફિલ્મના ટીઝરમાં તે પાવરફુલ એક્શન મોડમાં જોવા મળ્યા તેમજ પૂજા હેગડે સાથે રોમાન્સ કરતા પણ જોવા મળ્યા. ટીઝરમાં સલમાનની જોરદાર એક્શન અને દમદાર પર્ફોર્મન્સ જોયા પછી, તમે તેના પરથી નજર હટાવી શકશો નહીં. પુજા હેગડે અને સલમાન ખાન સહિત ફિલ્મમાં શહેનાઝ ગિલ રાઘવ જુયલ, પલક તિવારી અને જસ્સી ગિલ પણ જોવા મળી રહ્યા છે.
ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' આ વર્ષે ઈદના દિવસે 21 એપ્રિલ, 2023ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. સલમાન ખાનની આ ફિલ્મ માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે.


