કિરણ કુમાર કોરોનાનો ભોગ બન્યો હોવાની વાત
-74 વર્ષીય અભિનેતા ઘરમાં જ ક્વોરોનટાઇન છે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 24 મે 2020, રવિવાર
દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આ વાયરસથી બચવા માટે સરકારે દેશભરમાં લોકડાઉન કર્યું છે છતાં પણ આ બીમારી વધતી જ જાય છે. બોલીવૂડની સેલિબ્રિટિઓમાં પણ કોરોના પોઝિટિવ જોવા મળ્યો છે, જેમાં હવે કિરણ કુમાર સામેલ થઇ ગયો છે. કિરણે પોતે જ આ વાતની જાણકારી આપી છે.
કિરણે એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું છે કે, તેને કોરોના પોઝિટિવ આવ્યો છે.૧૪મ૪ મેના રોજ તેને કોરોના હોવાની જાણ થઇ હતી. આ પછી તરત જ તેણે પોતાના પરિવારથી સોશિયલ ડિસ્ટનસિંગ રાખ્યું હતું. હવે તેની ફરી ટેસ્ટ ૨૫ મેના રોજ છે. તેનો બે માળનો બંગલો હોવાથી તે પોતાના જ બંગલાના બીજા માળે એકલો ક્વોરોનટાઇન રહે છે. તેણે કહ્યું હતું કે મારામાં કોરોનાના કોઇ લક્ષણ દેખાયા નહોતા. હું તો મારા સામાન્ય તબીબી પરિક્ષણ કરવા ગયો હતો અને ત્યારે મેં મને કોરોના થયાની જાણ થઇ. મને તાવ પણ નહોતો તેમજ શરદી,ઉધરસ કે શ્વાસની તકલીફ પણ નહોતી.હોમ ક્વોરોનટાઇન રહેવાની સાથેસાથે પૌષ્ટક આહાર પણ લઇ રહ્યો છું.
અભિનેતાએ પોતાના પ્રશંસકોને સંદેશ આપતા જણાવ્યું હતું કે, આ વાયરસથી ડરવાની જરૃર નથી. જો તમે જ પોતાનું ધ્યાન રાખશો તો તમે તેનો ભોગ નહીં બનો. આપણે બધાએ મળીને કોરોના વાયરસને હરાવાનો છે.
ઉલ્લેખનીય છે કે.કિરણ કુમાર સ્વ. અભિનેતા જીવણનો પુત્ર છે. તેણે હિંદી ફિલ્મોની સાથેસાથે ગુજરાતીમાં પણ અસંખ્ય ફિલ્મોમાં કામ કર્યું છે. તેના વિલનના પાત્રોએ દર્શકો પર એક વિશેષ છાપ છોડી છે.