Get The App

કીકુ શારદાએ કપિલ શર્માનો શૉ છોડ્યાની ચર્ચા, અશનીર ગ્રોવરના શૉમાં એન્ટ્રી

Updated: Sep 3rd, 2025

GS TEAM

Google News
Google News
કીકુ શારદાએ કપિલ શર્માનો શૉ છોડ્યાની ચર્ચા, અશનીર ગ્રોવરના શૉમાં એન્ટ્રી 1 - image
Image source: IANS 

Kiku Sharda pauses Kapil Sharma's show for 'Rise & Fall': કોમેડિયન કીકુ શારદા છેલ્લા ઘણાં સમયથી કપિલ શર્માની સાથે તેના કોમેડી શોમાં કામ કરી રહ્યો છે. 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્મા શો'માં પણ કીકુએ તેના જુદા જુદા અવતારમાં ચાહકોના દિલ જીત્યા છે.  જો કે હાલમાં જ કીકુનો એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં તેની અને કૃષ્ણા અભિષેક વચ્ચે ઝઘડો થયો હોવાનું દેખાતું હતું. જો કે તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે, તે ગંભીર વિવાદ હતો કે કોઈ સિક્વન્સનો હિસ્સો. હવે કીકુ ટૂંક સમયમાં નવા શોમાં દેખાશે.   

આ રિયાલિટી શોમાં નજર આવશે કીકુ 

કીકુ શારદાએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એમએકસ પ્લેયર સાથે રાઇઝ એન્ડ ફૉલ શોનો પ્રોમોનું કોલાબ્રેશન પોસ્ટ કરીને કન્ફર્મ કર્યું છે કે તે હવે જલદી નવા શોમાં જોવા મળશે. હવે કીકુ જ્યાં સુધી રાઇઝ એન્ડ ફૉલ શો કરશે ત્યાં સુધી તે 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્મા શો'ની શૂટિંગ નહીં કરી શકે. જણાવી દઈએ કે અમેઝોન એમએક્સ પ્લેયર નેટફિલક્સની હરીફ છે અને 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો' પણ  નેટફિલક્સ પર જ સ્ટ્રીમ થાય છે. 

આ પણ વાંચો : 'જો હું પાપી છું તો...', 'ધ બંગાળ ફાઇલ્સ'ની રિલીઝ પહેલા વિવેક અગ્નિહોત્રીની મમતા બેનર્જીને અપીલ

આ શોમાં કન્ટેસ્ટન્ટને Bigg Bossની જેમ એક ઘરમાં જ રહેવાનું છે. શોને અશનીર ગ્રોવર હોસ્ટ કરશે જે પહેલા શાર્ક ટેન્ક ઈન્ડિયામાં જોવા મળ્યો છે. હાલમાં જ સમાચાર હતા કે, આ શો માટે અશનીરે 5 નામની પસંદગી કરી હતી. હવે કીકુ આ શૉનો હિસ્સો બનતા તે 'ધ ગ્રેટ ઇન્ડિયન શો'માં પાછો જોવા મળશે કે નહીં તે તો પછી જ જાણવા મળશે. આ સંદર્ભે કીકુ કે કૃષ્ણામાંથી કોઈએ સ્પષ્ટતા કરી નથી કે, તેમનો વાઇરલ વીડિયો શૂટિંગની સ્ક્રિપ્ટનો ભાગ હતો કે ઝગડો હતો. 

કીકુ શારદાએ કપિલ શર્માનો શૉ છોડ્યાની ચર્ચા, અશનીર ગ્રોવરના શૉમાં એન્ટ્રી 2 - image




Tags :