Get The App

મીના કુમારીની ભૂમિકા ભજવવા કિયારા અડવાણીને ઓફર

Updated: Jun 24th, 2025

GS TEAM

Google News
Google News
મીના કુમારીની ભૂમિકા ભજવવા કિયારા અડવાણીને ઓફર 1 - image


- કિયારાએ હજુ આખરી સંમતિ આપી નથી

મુંબઇ : સ્વ. અભિનેત્રી મીના કુમારીની બાયોપિક માટે કિયારા અડવાણીને ઓફર કરાઈ હોવાનું કહેવાય છે. 

કિયારાને આ ફિલ્મની સ્ક્રિપ્ટ મોકલી દેવાઈ છે  અને તેને આ સ્ક્રિપ્ટ પસંદ પણ પડી હોવાનું કહેવાય છે. જોકે, હજુ સુધી તેણે આખરી સંમતિ આપી નથી. 

કિયારા હાલ પ્રેગનન્ટ છે અને તેના કારણે 'ડોન થ્રી' સહિતના પ્રોજેક્ટસ જતા કર્યા છે. આ ફિલ્મ તે સ્વીકારશે તો પણ તેની ડિલિવરી પછી જ શૂટિંગ શરુ થશે. 

 સિદ્ધાર્થ પી. મલ્હોત્રા અન અમરોહી પરિવાર સાથે મળીને આ બાયોપિક બનાવી રહ્યાં છે. મીનાકુમારીની બાયોપિકની ઘોષણા પછી ઘણી અભિનેત્રીઓ આ રોલ ભજવવા માટે સ્પર્ધામાં હતી.

Tags :