Get The App

કિયારા-સિદ્ધાર્થના ઘરે પારણું બંધાશે, કપલે ખાસ અંદાજમાં કરી પ્રેગ્નેન્સીની જાહેરાત

Updated: Feb 28th, 2025

GS TEAM


Google News
Google News
Kiara Advani -Sidharth Malhotra


Kiara Advani -Sidharth Malhotra: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બોલિવૂડનું સૌથી ક્યૂટ કપલ છે. ફેન્સ આ કપલને ખૂબ પસંદ કરે છે. હવે કિયારા અને સિદ્ધાર્થના ઘરે એક નાનું મહેમાન આવવાનું છે. આ કપલ જલ્દી જ પેરેન્ટ્સ બનવા જઈ રહ્યું છે, જેની જાણકારી આજે જ કપલે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. 

સિદ્ધાર્થ-કિયારાએ ખાસ રીતે કરી પ્રેગ્નન્સીની જાહેરાત 

શુક્રવારે કિયારા અને સિદ્ધાર્થે પોસ્ટ શેર કરીને પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. પોસ્ટમાં દંપતીએ બાળકના મોજા હાથમાં પકડ્યા હોય તેવો ફોટો શેર કર્યો છે. આ તસવીર સાથેના કેપ્શનમાં લખ્યું છે, 'અમારા જીવનની સૌથી મોટી ભેટ ટૂંક સમયમાં આવી રહી છે.'

કિયારા-સિદ્ધાર્થે 2023માં લગ્ન કર્યા હતા

કિયારા અને સિદ્ધાર્થ વર્ષ 2021માં શેરશાહ ફિલ્મના સેટ પર મળ્યા હતા. આ વોર ડ્રામામાં સિદ્ધાર્થે સ્વર્ગસ્થ પરમવીર ચક્ર કેપ્ટન વિક્રમ બત્રાની ભૂમિકા ભજવી હતી. તેમજ કિયારાએ તેની ગર્લફ્રેન્ડ ડિમ્પલ ચીમાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેમની નિકટતા વધી અને પછી તેઓ ડેટિંગ કરવા લાગ્યા.

કિયારા અને સિદ્ધાર્થના લગ્ન 7 ફેબ્રુઆરી, 2023ના રોજ જેસલમેરના સૂરજગઢ પેલેસમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રોનું હાજરીમાં થયા હતા. હવે લગ્નના બે વર્ષ બાદ આ કપલ માતા-પિતા બનવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો: હોલિવૂડ સિંગર અંતરિક્ષમાં જશે, આ સ્પેસ મિશનમાં ફક્ત મહિલાઓ જોડાશે, જાણો કોણ કરશે લીડ

કિયારા અને સિદ્ધાર્થ વર્ક ફ્રન્ટ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કિયારા ટૂંક સમયમાં રણવીર સિંહ સાથે ડોન 3માં જોવા મળશે. જયારે સિદ્ધાર્થ મલ્હોત્રા હાલમાં પરમ સુંદરીના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે જ્હાન્વી કપૂર સાથે જોવા મળશે.

કિયારા-સિદ્ધાર્થના ઘરે પારણું બંધાશે, કપલે ખાસ અંદાજમાં કરી પ્રેગ્નેન્સીની જાહેરાત 2 - image

Tags :