કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ચંદીગઢમાં લગ્ન કરે તેવી શક્યતા
- સિદ્ધાર્થનો પરિવાર દિલ્હીમાં રહેતો હોવાથી આ સ્થળને લગ્ન માટે પસંદ કરવામાં આવ્યું
મુંબઇ : બોલીવૂડમાં હાલ લગ્નની મૌસમ ચાલી રહી છે. આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ જાન્યુઆરી ૨૦૨૩માં લગ્ન કરે તેવી ચર્ચા છે. આ ઉપરાંત કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ જાન્યુઆરીમાં લગ્ન કરવાના છે તેવી ચર્ચા છે.
સિદ્ધાર્થનો પરિવાર દિલ્હીમાં રહેતો હોવાથી આ પ્રેમી યુગલે લગ્ન સ્થળ તરીકે ચંદીગઢ પસંદ કર્યું છે, જે દિલ્હીની નજીક આવેલું છે. ચંદીગઢની ફાઇવસ્ટાર હોટલમા અંગત પરિવારજનોની હાજરીમાં આ પ્રેમી યુગલ પ્રભુતામાં પગલાં પાડશે. જ્યારે મુંબઇમાં તેઓ રિસેપ્શન રાખવાના છે.
સૂત્રે જણાવ્યું હતુ ંકે, કિયારાનું કુટુંબ મહેમાનોની યાદી બનાવી રહ્યું છે. જેમાં કરણ જોહર, અશ્વિની યાર્ડીના નામ ફાઇનલ છે.તેમજ વરુણ ધવન, વિક્કી કૌશલ, કેટરિના કૈફ, રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીને આમંત્રણ પાઠવવામાં આવે તેવી શક્યતા છે.
હાલ કિયારા અને સિદ્ધાર્થ પોતાના પ્રોજેક્ટમાં વ્યસ્ત છે.