- ગુરુગ્રામમાં ઓરિજિનલ કાસ્ટનું રિયુનિયન
- તારા શર્મા લાંબા સમય બાદ ફિલ્મોમાં દખાશે બોમન ઈરાની, રવિ કિશનની નવી એન્ટ્રી
મુંબઈ : 'ખોસલા કા ઘોસલા' ફિલ્મની હવે ૨૦ વર્ષ બાદ સીકવલ આવી રહી છે. ફિલ્મની ઓરિજિનલ કાસ્ટ અનુપમ ખેર, રણવીર શૌરી, તારા શર્મા, પ્રવીણ દબ્બાસ અને કિરણ જુનેજા સહિતના કલાકારોએ ગુરુગ્રામમાં શૂટિંગ શરુ કરી દીધું છે. ફિલ્મના સેટ પર જૂનાં કલાકારોનું રિયુનિયન થતાં ભાવવાહી દ્રશ્યો સર્જાયાં હતાં. આ શૂટિંગની તસવીરો અનુપમ ખેરે વાયરલ કરતા મૂળ ફિલ્મના ચાહકોએ પણ ભૂતકાળની યાદગીરીઓ મમળાવી હતી. આ ફિલ્મ દ્વારા તારા શર્મા બહુ લાંબા સમય બાદ મોટા પડદે દેખાશે.
છેલ્લાં કેટલાંય વર્ષોથી તે બોલિવુડમાં અલપઝલપ જ દેખાઈ છે. સીકવલમાં મોટાભાગના કલાકારો રીપિટ થઈ રહ્યા છે.
પરંતુ બોમન ઈરાની તથા રવિ કિશન આ બે નવા કલાકારોની એન્ટ્રી પણ થઈ છે.


