Get The App

કેરલા સ્ટોરીઝ ટુ તૈયાર થઈ ગઈ, બે મહિના પછી રીલિઝ કરાશે

Updated: Jan 1st, 2026

GS TEAM

Google News
Google News
કેરલા સ્ટોરીઝ ટુ  તૈયાર થઈ ગઈ, બે મહિના પછી રીલિઝ કરાશે 1 - image

- વિપુલ શાહે ગુપચૂપ શૂટિંગ પતાવી દીધું 

- મૂળ ફિલ્મ વખતે બહુ વિવાદો થયા હોવાથી આ વખતે કોઈ વિગતો જાહેર ન કરાઈ

મુંબઇ : 'ધ કેરલા સ્ટોરી ટુ'નું શૂટિંગ પુરુ થઇ ગયું છે અને તેને ૨૭ ફેબુ્રઆરીના રોજ રિલીઝ કરવાની તૈયારી થઇ રહી છે. વિપુલ અમૃતલાલ શાહે આ વખતે એકદમ ખાનગી અને ગૂપચૂપ રીતે આ ફિલ્મનું શૂૂટિંગ  પતાવી  દીધું છે. ૨૦૨૩માં મૂળ ફિલ્મ રીલિઝ થઈ ત્યારે ભારે વિવાદો થયા હતા. આ વખતે કોઈ ધમાલ ન થાય તે માટે વિપુલ શાહે, સ્ટોરી, પાત્રો, શૂટિંગ લોકેશન વગેરે સહિતની કોઈ વિગતો બહાર આવવા જ દીધી નથી. આ વખતે પણ કેરલમાં જ મોટાભાગનું શૂટિંગ થયું હોવાનું કહેવાય છે.  મૂળ ફિલ્મ કરતાં પણ આ વખતે વધારે હાર્ડ હિટિંગ વાર્તા હશે તેવો  દાવો થયો છે. 

 ઉલ્લેખનીય છે કે મૂળ ' ધ કેરલા સ્ટોરીનું બજેટ ફક્ત ૨૦ કરોડ રૂપિયા હતું અને તેની વર્લ્ડવાઇડ તમાણી ૩૦૯.૯૭ કરોડ રૂપિયા થઇ હતી.