Get The App

કિર્તી સુરેશ રણબીર સાથે ફિલ્મ સાઈન કરે તેવી શક્યતા

Updated: Mar 26th, 2025

GS TEAM

Google News
Google News
કિર્તી સુરેશ રણબીર સાથે ફિલ્મ સાઈન કરે તેવી શક્યતા 1 - image


- ટૂંક સમયમાં આ ફિલ્મની જાહેરાત થશે

- બેબી જોન ફલોપ ગયા બાદ બોલીવૂડમાં વધુ ફિલ્મો મેળવવા કિર્તી સુરેશના પ્રયાસો

મુંબઇ : રણબીર કપૂર અને કીર્તિ સુરેશની જોડી આગામી ફિલ્મમાં જોવા મળવાની છે. સત્તાવાર રીતે આ ફિલ્મની ઘોષણા જલદી જ કરવામાં  આવશે. રણબીર કપૂર અને કીર્તી સુરશ  એક નવા પ્રોજેક્ટ માટે  કોલબરેશન કરી રહ્યા છે.   કીર્તિ સુરેશ અને રણબીર કપૂરની આ ફિલ્મ રોમકોમ હશે કે પછી એકશન ફિલ્મ તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, કીર્તિ સુરેશે એટલી અને વરુણ ધવનની બેબી જોનથી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું છે. જોકે, આ ફિલ્મ ટિકિટબારી પર ફલોપ જતાં કીર્તિ સુરેશ  હવે તે વધુ બોલીવૂડ પ્રોજેક્ટસ મેળવવા પ્રયાસ કરી રહી છે. 

Tags :