Katrina Kaif Vicky Kaushal Wedding Anniversary: વિક્કી અને કેટરીનાના લગ્નને એક વર્ષ પૂર્ણ, એક્ટ્રેસે શેર કરી તસવીર
મુંબઈ, તા. 09 ડિસેમ્બર 2022 શુક્રવાર
વિક્કી કૌશલ અને કેટરીનાના લગ્નને આજે 1 વર્ષ પૂર્ણ થઈ ગયુ છે. આ કપલે 9 ડિસેમ્બર 2021એ રાજસ્થાનમાં પરિવાર અને અંગત મિત્રોની હાજરીમાં રાજસ્થાનના સવાઈ માધોપુરના સિક્સ સેન્સ ફોર્ટ બરવારામાં લગ્ન કર્યા હતા.
કેટરીનાએ ઈન્સ્ટા પર કેટલીક તસવીર શેર કરી છે. આ તસવીર તેમના લગ્નની છે. જેમાં બંને ગળામાં વરમાળા નાખેલા બેઠા છે અને ખૂબ ખુશ લાગી રહ્યા છે બીજી તસવીરમાં કેટરીના પતિ વિક્કીની આંખોમાં ખોવાયેલી જોવા મળી રહી છે. વીડિયોમાં બોન ફાયરની આગળ વિક્કી કૌશલ ખૂબ ભાંગડા કરતા જોવા મળી રહ્યા છે. ખાસ વાત એ છે કે વિક્કી મ્યુઝિક વિના જ ભાંગડા કરી રહ્યા છે અને તેમના સ્ટેપને જોઈને કેટરીનાના હસવાનો અવાજ આવી રહ્યો છે.
તસવીર અને વીડિયો શેર કરતા કેટરીનાએ કેપ્શન પણ લખ્યુ છે. કેટરીનાએ લખ્યુ, ''માય રે ઓફ લાઈફ... હેપ્પી વન યર. (હાર્ટ ઈમોજી).'' કેટરીનાની પોસ્ટ પર તમામ સેલેબ્સ અને ચાહકો પણ પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે અને તેમને લગ્નની પ્રથમ વર્ષગાંઠ પર શુભેચ્છા પણ આપી રહ્યા છે.