કેટરિના કૈફ બોટોક્સ ક્વિન તરીકે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ
- એક સામયિકના કવર પેજ પરની તસવીર જોતા લોકોમાં ચર્ચાનો વિષય બની
મુંબઇ : કેટરિના કૈફ હાલ પોતાની આવનારી ફિલ્મ સૂર્યવંશીના પ્રમોશનમાં વ્યસ્ત છે તેમજ બોયફ્રેન્ડ વિક્કી કૌશલ સાથે લગ્ન કરવાની છે તેની પણ ચર્ચા છે. તેવામાં હાલ તે સોશિયલ મીડિયા પર તેની એક તસવીરને કારણે ટ્રોલ થઇ છે. તાજેતરના એક સામાયિકના પૃષ્ઠ પર કેટરિનાની એક તસવીર જોવા મળી હતી. સામાન્ય રીતે કેટરિના હંમેશા એક વિશેષ રૂપમાં જોવા મળતી હોય છે. પરંતુ આ સામાયિકના પૃષ્ઠ પર તેને જોતાં તેના પ્રશંસકો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. તેના ફેન્સને કેટરિનાનોચહેરા પર સોજા હોય તેવો લાગતો હતો તેણે ફેસ જોબ કરાવી છે તેવું તેમને સ્પષ્ટ થતું હતુંં.
તેણે બોટોક્સની ટ્રીટમેન્ટ કરાવી હોવાનું તેમને લાગતું હતું.પરિણામે કેટરિનાના ચાહકોએ તેને બોટોક્ષ ક્વિનનું લેબલ આપ્યું હતું.
સોશિયલ મીડિયાના ઘણા યુઝર્સોએ કેટરિનાની ટીકા કરી હતી તો વળી ઘણાએ અભિનેત્રીની તરફેણ કરતાં શેર કર્યું હતુ ંકે, આ સામાયિકનકવર પેજ પર આવવા માટે સામાન્ય કરતાં અલગ લુક હોવું જરૂરી છે.