Get The App

કેટરિનાએ બેબી બમ્પ સાથે તસવીર શેર કરી : અભિનંદનનો વરસાદ

Updated: Sep 24th, 2025

GS TEAM

Google News
Google News
કેટરિનાએ બેબી બમ્પ સાથે તસવીર શેર કરી : અભિનંદનનો વરસાદ 1 - image


- કેટરિનાની પ્રેગનન્સીની અટકળો આ વખતે સાચી ઠરી

- તબુ, રિયા, ભૂમિ, કરીના સહિતના સેલેબ્સ તથા  લાખો ચાહકોએ યુગલને અભિનંદન પાઠવ્યાં 

મુંબઇ : કેટરિના કૈફ આ વખતે ખરેખ પ્રેગનન્ટ છે તેવી અટકળો  છેલ્લા કેટલાય દિવસથી વહેતી થઈ હતી. આ અટકળો આખરે સાચી ઠરી છે. આજે વિકી અને કેટરિનાએ સ્વંય તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટસ પર કેટરિનાની પ્રેગનન્સીની જાહેરાત કરી  હતી. 

બંનેએ કેટરિનાના બેબી બમ્પ સાથેની તસવીર શેર કરી હતી. તેની સાથે તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે અમારી જિંદગીનાં સૌથી શ્રેષ્ઠ પ્રકરણનો હવે પ્રારંભ  થવા જઈ રહ્યો છે. આ પોસ્ટ સાથે જ બોલીવૂડમાંથી કરીના કપૂર, રિયા કપૂર, ભૂમિ પેડનેકર,  તબુ સહિત અનેક બોલીવૂડ સેલિબ્રિટીઓ ઉપરાંત લાખો ચાહકોએ પણ યુગલને અભિનંદન પાઠવ્યાં હતાં. 

ચાર વર્ષ પહેલાં વિકી અને કેટરિનાના લગ્ન થયાં હતાં. તે પછી કેટરિના પ્રેગનન્ટ હોવાની અફવા એકથી વધુ વખત ચગી હતી. 

જોકે, થોડા દિવસો  પહેલાં આ યુગલનાં નજીકનાં સૂત્રોએ કહ્યું હતું કે કેટરિના  ખરેખર પ્રેગનન્ટ છે અને તે ઓક્ટોબર કે નવેમ્બરમાં સંતાનને જન્મ આપી શકે છે. 

કેટરિના કેટલાય સમયથી ભાગ્યે જ જાહેરમાં દેખાતી હતી. છેલ્લા કેટલાક સમયથી તે  લૂઝ ફીટિંગવાળાં વસ્ત્રો જ પસંદ કરતી હતી. તે પરથી તેની પ્રેગનન્સીની અટકળો  વ્યાપક બની હતી. 

Tags :